તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કલોલની ઇન્દિરાનગર સોસાયટીમાં પાણીના હોજમાં ડૂબી જવાથી 2 બાળકીનાં મોત થયાં

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કલોલમાં પાણીના હોજમાં પડી જતાં બે બાળકીઓના મોત થયા હતા. - Divya Bhaskar
કલોલમાં પાણીના હોજમાં પડી જતાં બે બાળકીઓના મોત થયા હતા.
  • નવા બનતા મકાનના પાણીના હોજમાંથી બંને બાળકીની લાશ મળી આવી
  • બાળકીઓ કઈ રીતે હોજમાં પડી ગઈ, તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી

કલોલના ઇન્દિરાનગરમાં આવેલ એક મકાનમાં બનતા પાણીના હોજ પડી જતાં બે બાળકીઓના મોત થયા છે. શ્રમજીવી પરિવારની બે બાળાઓના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના મહેન્દ્ર રોડ ઉપર આવેલ ઇન્દિરા નગરના છાપરામાં રહેતી સવિતાબેન દંતાણી નામની મહિલા આસપાસના મકાનોમાં ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

તેઓ જ્યારે ઘરકામ કરતા હોય ત્યારે તેમની બે બાળકીઓ આસપાસના મકાનોમાં રમતી હોય છે. તેવી જ રીતે તે સોમવારે એક મકાનમાં તેઓ કામ કરી રહ્યા હતા. ત્યારે ઇન્દિરા નગરના મકાન નંબર-25મા આવેલ પાણીના હોજમાંથી તેમની બે બાળકીઓ સજનબેન રાધુભાઇ દંતાણી (10 વર્ષ) તથા પૂજાબેન રાધુભાઇ દંતાણી (7 વર્ષ)ની લાશો પાણીના હોજમાંથી મળી આવી હતી.

બંને બાળકોની લાશને પાણીના હોજમાંથી મળી આવતા આસપાસમાં ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બંને બાળકીઓ કઈ રીતે કઈ રીતે હોજમાં પડી ગઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

અન્ય સમાચારો પણ છે...