નગરમાં મંગળવારે 2 સ્થળે દરોડા પાડીને કલોલ પોલીસે 9 જુગારીને રૂ. 29,750ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળતાં દરોડો પાડ્યો હતો. કલોલની અહેમદી પાર્ક સોસાયટીની સામે તેમજ રોયલ હોન્ડા શો-રૂમની પાછળ ટીપી રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક શખ્સો પાના પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
જુગાર રમી રહેલા મયૂરઅલી ગ્યાસુદ્દીનભાઈ ચુલીયાર, મુઝાતખાન વાજીતખાન પઠાણ, ઇરફાન મુઝાતખાન પઠાણ, રબાની લાલશા ફરીક (તમામ રહે. અહેમદી પાર્ક સોસાયટી, કલોલ) તેમજ આફતાબ ઉર્ફે સમીર અનવરખાન પઠાણ, નૂર મહંમદ હસનભાઈ ચૌહાણ (બંને રહે. રાવળ વાસ, મટવા કૂવા, કલોલ)ને જુગાર રમવાનાં સાધન-સાહિત્ય સહિત રોકડા રૂ. 28,600 સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલ શખ્સો વિરૂદ્ધ પોલીસે જુગાર ધારા અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાના બીજા બનાવમાં પોલીસે નવજીવન મિલની ચાલી નજીક આવેલી પાણીની ટાંકી પાસે જુગાર જુગાર રમી રહેલા લાલુજી મંગાજી ઠાકોર, જગદીશ શંકરભાઈ મકવાણા, સતીષ ઈશ્વરભાઈ મકવાણા (તમામ રહે. નવજીવન મિલની ચાલી, કલોલ)ને રોકડા રૂ.1150 સાથે ઝડપી પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.