કાર્યવાહી:છત્રાલમાં 1. 78 લાખના વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ફ્લેટનું તાળું તોડી દારૂની 552 બોટલ, 144 નંગ બીયરના ટીન પકડ્યા

કલોલ તાલુકા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જેમાં બાતમીના આધારે છત્રાલમાં દરોડો પાડતાં રૂ. 1.78 લાખના કુલ મળી 2,08,180 નો મુદ્દામાલ સાથે એક શખસને ઝડપી પાડયો હતો. કલોલ તાલુકા પોલીસના પી.એસ.આઇ અમરતભાઈ દેસાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ મહાવીસિંહ, સહિતનો સ્ટાફ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી. કે છત્રાલ ના ગોગાપરામાં રહેતા લક્ષ્મણજી ઉર્ફે લખન બળદેવજી ઠાકોર મળતિયાઓ સાથે મળીને વિદેશી દારૂનો વેપાર કરે છે. અને તેમના મળતિયાઓ એક્ટિવા ઉપર વિદેશી દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે. પોલીસે છત્રાલના ઇસ્કોન નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળું એક્ટિવા આવતા તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ ની બે બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે ચાલક દશરથજી ઉર્ફે ટીનાજી રાણાજી ઠાકોરની આ અંગે પુછપરછ કરતા તેણે આ બોટલો લક્ષ્મણજી ઠાકોર નાઓએ ઇસ્કોન પ્લેટ બી103 માંથી આપવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પોલીસે ફ્લેટનું તાળું તોડી દારુની 552 બોટલો તેમજ 144 નંગ બીયરના ટીન મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...