તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો આદેશ:કલોલના હત્યાના કેસમાં 2 આરોપીને આજીવન કેદ

કલોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ પહેલાં હત્યા થઈ હતી
  • ઉત્તરાયણના દિવસે અદાવતમાં 2 ભાઈએ હુમલો કરીને છાતીમાં છરી મારી હતી

કલોલમાં 2 વર્ષ અગાઉ કલોલમાં થયેલી હત્યાના કેસમાં કોર્ટે આરોપીને જન્મટીપની સજા થઈ છે. ઉત્તરાયણના દિવસે જૂની અદાવતમાં બે ભાઈએ હુમલો કરી છાતીમાં છરી મારી હતી.

કલોલ રેલવે પૂર્વ હાડકામીલની પાછળના ગેટ નજીક 2019માં ઉત્તરાયણના દિવસે હત્યાની ઘટના બની હતી. જેમાં મૃતક વિજય બચુજી ઠાકોર તેના મિત્રો સાથે પતંગ ઉડાતતો હતો તે દરમિયાન આરોપી મનોજભાઈ હરીભાઈ વાણીયા અને મુકેશભાઈ હરીભાઈ વાણીયા પાસે આવ્યા હતા. આરોપીઓએ દેવ દિવાળીના ગરબાના આયોજન તેમજ વહીવટ બાબતે તકરાર કરી હતી. બોલાચાલી થતાં મુકેશે વિજયને પકડી રાખ્યો હતો અને મનોજે વિજયને છાતીના ભાગે છરી મારી દીધી હતી. જેમાં વિજયનું મોત થતાં તેના ભાઈએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ કલોલ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદી, સાક્ષી, પંચો, ડોક્ટર, પોલીસ અધિકારીઓની જુબાની રેકર્ડ પર લેવાઈ હતી. મૃતકવતી ખાનગી વકીલ ભાનુભાઈ જે. પટેલે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. જેમાં કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીઓને 50 હજારનો દંડ ફરમાવેલ છે.આ કેસના ચુકાદાથી શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...