તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કલોલના પાનસરમાં હત્યાના કેસમાં ફરાર 2 આરોપીઓ ઝબ્બે

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાવળવાસ પર પથ્થરમારો-હુમલો થતાં આધેડનું મોત થયું હતું
  • ઘટનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી, 2 ફરાર થયા હતા

કલોલના પાનસર ગામે બાઈક ધીમું ચલાવવાના મુદ્દે થયેલી તકરારમાં પાંચ લોકોએ ભેગા મળી લાકડીઓથી માર મારતા એક આધેડનું મોત થયું હતું. ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેમને ઝડપીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના પાનસર ગામે મંગળવારે રાવળવાસના નાકે બે યુવકો ઉભા હતા.

આ સમયે રબારી વાસમાં રહેતા રવિ જેરામભાઈ રબારી તથા જીગર રબારી પોતાનું બાઇક પુરપાટ નીકળ્યા હતા. ત્યારે બાઇક સ્પીડમાં ન ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સો તેમજ તેમનું ઉપરાણું લઇ આવેલ વિષ્ણુ કરણભાઈ રબારી, વિનુ કરણભાઈ રબારી તથા રામજી મફાભાઈ રબારીએ બંને યુવકોને માર માર્યો હતો. આટલાથી સંતોષ ન માની ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ રાત્રે ફરી રાવળવાસ પર પથ્થરમારો કર્યો હતો.

જે બાબતે તેમને સમજાવવા ગયેલા લોકો પર પણ ઉશ્કેરાયેલા પાંચેય શખ્સોએ હુમલો કરી લાકડીઓથી મારતાં હોબાળો મચી ગયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ બાબુભાઈ રાવળનું મોત થયું હતું. કલોલ તાલુકા પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તે સમયે રવિ જયરામભાઈ રબારી તથા જીગર જયરામભાઈ રબારી અને વિનુભાઈ કરણભાઈ રબારીને ઝડપી લીધા હતા. તે સમયે ફરા થઈ ગયેલા રામજીભાઈ મફાભાઈ રબારી તથા વિષ્ણુભાઈ કરણભાઈ રબારીને પોલીસે શુક્રવારે ઝડપી લીધા હતા. જો કે, શખ્સોએ રાત્રે ફરી રાવળવાસ પર પથ્થરમારો કર્યો હતો. જે બાબતે તેમને સમજાવવા ગયેલા લોકો પર પણ ઉશ્કેરાયેલા પાંચેય શખ્સોએ હુમલો કરી લાકડીઓથી મારતાં હોબાળો મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...