કાર ચાલક ફરાર:કલોલ તાલુકા પલસાણાપાસેથી કારમાંથી 1.89 લાખનો દારૂ ઝડપાયો

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી કાર મુકી અંધારામાં ફરાર થઈ ગયો

કલોલ તાલુકા પોલીસે સ્વીફ્ટ કારમાં લઇ જવાતો 1,89,040નો મુદ્દમાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી કાર મુકી અંધારાનો લાભ લઇ ભાગી છુટયો હતો. કલોલ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વીફટ કાર નં.જીજે 5 જેસી 6514માં વિદેશી દારૂ ભરી મહેસાણા થી અમદાવાદ લઇ જવાઇ રહ્યો છે. જે કલોલ થઇ પસાર થનાર છે.

બાતમીના આધારે તાલુકા પોલીસે સઇજ ગુરૂકુલ કટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ કાર ચાલકે ગાડી ઉભી રાખવા બદલે પલસાણા ગામ તરફ જતા રોડ પર ભગાડી મુકી હતી પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન સ્વફટ કાર ચાલકે કારને હનુમાનજી મંદિરની બાજુમાં અંધારાની આડશમાં ઉભી કરી કાર મુકી ભાગી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...