છેતરપિંડી:કલ્યાણપુરાના ઈસમનું ATM કાર્ડ બદલી 1,55,000 ઠગાઇ

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • SBIના એટીએમમાંથી પૈસા ઉપડતા ન હોઇ બાજુમાં ઊભેલા શખ્સે વિશ્વાસમાં લઇ કાર્ડ બદલી નાખ્યું

કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં રહેતા આઘેડ કલોલ નવજીવન મિલકંમ્પાઉન્ડમાં એ.ટી.એમ. મશીનમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે મશીનમાંથી પૈસા આવતા ન હતા ત્યારે બાજુમાં ઉભેલા શખ્સે તેમને વિશ્વાસમાં લઇ પૈસા ઉપડવાના મદદ કરવાના બહાને કાર્ડ બદલી લીધુ હતુ. અને કાર્ડમાંથી અલગ અલગ જગ્યાએથી પૈસા ઉપાડી કુલ 1,55,000 ની ઉઠાંતરી કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલમાં કલ્યાણપુરા વિસ્તારની જીવન પ્રકાશ સોસાયટીમાં રહેતા રમેશભાઇ ચતુરભાઇ બારોટ સિક્યુરીટી ગાર્ડ તરીકે પ્રાઇવેટ નોકરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. જેઓ ગત 15 ડીસેમ્બરના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ કલોલ નવજીવનમીલ કંમ્પાઉન્ડમાં સીટી મોલ ખાતે આવેલ એસ.બી.આઇ. ના એ.ટી.એમ. પૈસા ઉપાડવા ગયા હતા.

ત્યારે પૈસા ઉપડવાનો પ્રયત્ન કરતા મશીનમાંથી પૈસા ઉપડ્યા ન હતા. ત્યારે આશરે 40 થી 50 વર્ષની ઉંમરનો એક શખ્સ તેમને પૈસા કાઢી આપવાનુ કહી કાર્ડ લીધુ હતુ. ત્યારબાદ તે વ્યક્તિએ કાર્ડ મશીનમાં નાખી કાર્ડનો પાસવર્ડ માંગ્યો હતો. જે પણ આ આઘેડે વિશ્વાસમા આવી આપી દીધો હતો. તે વખતે મશીનમાંથી પૈસા ન નીકળતા તેણે કાર્ડ પરત આપ્યુ હતુ.

પણ મદદ ના બહાને ગઠીયાએ કાર્ડ બદલી નાખ્યુ હતુ. અને 15 થી 16 તારીખ દરમિયાન વિવિધ એ.ટી.એમ.માંથી 12 વખત મળી કુલ રૂ. 1,55,000 ઉપાડી લીધા હતા. પાસબુક ભરાવા જતા શખ્સને પોતાની સાથે છેતરપિંડી થયાનુ જણાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...