ક્રાઇમ:મિનરલ વોટરના ગોડાઉનમાંથી દારૂની 120 બોટલો ઝડપાઈ

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલોલ ST ડેપો પાસે ગાંધીનગર LCB નો દરોડો

પંથકમાં દારૂનો ધંધો કરતાં શખ્સો પર ગાંધીનગર એલસીબીએ લાલ આંખ કરી છે. જેમાં એલસીબીએ વધુ 2 દરોડા પાડી કલોલ હાઇવે પર મિનરલ વોટરના ગોડાઉનમાંથી તેમજ સઈજમાં બુટલેગરના ઘર પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાની સુચના મુજબ એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાની ટીમ કલોલ પંથકમાં પેટ્રોલિંગમાં કરી રહી હતી. ત્યારે કલોલ હાઇવે પર બળિયાદેવના મંદિર પાસેના શોપિંગ મોલની પાછળ આવેલા વિનસ મિનરલ વોટરના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો રખાયો છે, તેવી  બાતમીના આધારે પોલીસે દરોડો કરતાં ગોડાઉનમાંથી અલગ-અલગ બ્રાન્ડની 92,666ની કિંમતની 120 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે સંજય જયંતીભાઈ બાવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

સઈજ ગામે ઈંટોની આડામાં રખાયેલો દારૂ ઝડપાયો 
એલસીબીની ટીમે બીજો દરોડો સઈજ ગામે ગુજરાતી શાળાની બાજુમાં આવેલ માનાભાના માઢમાં પાડ્યો હતો. જેમાં પોલીસે ખુલ્લા પ્લોટમાં ઈંટોની આડમાં થેલામાં ભરેલો 2 પેટી દારૂ ઝડપયો હતો. પોલીસે દારૂનો વેપાર કરતાં અક્ષયજી બાબુજી ઠાકોરની ધરપકડ કરી હતી. તેમજ દરોડોમાં  8,220ની કિંમતની વિદેશી દારૂની 24 બોટલ કબ્જે લઈ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...