દુર્ઘટના:મુબારકપુરા, રાંચરડામાં બાઇક સ્લીપ થતાં અકસ્માત: 1નું મોત

કલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 યુવકોને નાની મોટી ઇજા થવા પામી
  • મેડાઆદરજ થી સામાજિક કામ પતાવી પરત ફરી રહેલા સસરા તેમજ જમાઇ બાઇક પરથી સ્લીપ થયા, જમાઇનું મોત નીપજ્યું

કલોલ તાલુકાના મુબારકપુરા થી અલુવા ગામ જતા રસ્તા પર તેમજ રાંચરડાથી ડાભલા જતા બાઇક સવારોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જ્યારે 1 યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યુ હતુ. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના અલુવા ગામે હસમુખભાઇ બચુભાઇ દેવીપુજક (ઉ.વ.40) પોતાના પરિવાર સાથે રહે છે. જેઓ તા.8 જૂનના રોજ પોતાના સસરા ઉકાભાઇ શિવાભાઇ દંતાણી સાથે બાઇક લઇ સામાજીક કામ અર્થે મેડાઆદરજ ખાતે રહેતા વેવાઇ ગોવિંદભાઇ દંતાણીના ધરે મળવા ગયા હતા.

પોતાનું કામ પૂર્ણ કરી બંન્ને જણા સાંજે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે મુબારકપુરાથી અલુવા ગામની વચ્ચે જુના વોટરપાર્કના ગેટ નજીક પુરઝડપે જતા બાઇક પરનો હસમુખભાઇએ કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઇ ગયુ હતુ. જેના પગલે બાઇક સવાર સસરા જમાઇ ફંગોળાઇને નીચે પટકાયા હતા. જેમાં ઉકાભાઇને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. જ્યારે બાઇક ચાલક હસમુખભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે આસપાસમાંથી દોડી આવેલ લોકોએ ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

જ્યાથી વધુ સારવાર માટે હસમુખભાઇને અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં 9 જૂનના રોજ સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ હતુ. અકસ્માતનો બીજો બનાવ રાંચરડા ખાતે બનવા પામ્યો હતો. આ અંગે મળતી વિગત અનુસાર તાલુકાના રાંચરડા ગામે આવેલ વીર ફરસાણ હાઉસ ખાતે રહેતા લોકેશ નવરજી ડામોર તેમજ ગોવિંદભાઇ નાથુભાઇ કલાસ્વાના ફરસાણ હાઉસમાં નોકરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. આ બંન્ને યુવાનો ગત તા. 9 જૂનના રોજ રાત્રે જમીને રાંચરડા ગામથી ડાભલા તરફ ચાલતા આંટો મારવા નીકળ્યા હતા.

તે દરમિયાન પાછળથી આવી રહેલ બાઇકના ચાલકે પોતાનું બાઇક નસાની હાલતમાં તેમજ પુરઝડપે ચલાવી પાછળથી ઘડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માતના પગલે નાથુભાઇ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેના પગલે નાથુભાઇ તેમજ બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. બનાવ અંગે અકસ્માત સર્જનાર ચાલક દિનેશ ધનજી ભોઇ રહે. થલતેજ મુળ રહે. બાસવાળા રાજસ્થાન વિરૂધ્ધ સાંતેજ પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યોછે ત્યારે આ વિસ્તારમાં આવી ઘટનાઓ રોકવા ટ્રાફિક પોલીસે નિયમન વધુ સઘન બનાવવુ જોઈએ તેવી આમજનતાની માગણી છે.

અન્ય સમાચારો પણ છે...