ચૂંટણી:કાર્યકરોની નારાજગીથી યુવરાજસિંહની પીઠેહઠ

દહેગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેગામના આપના ઉમેદવાર બદલાયા
  • હવે સુહાગ પંચાલ ચૂંટણી લડશે

દહેગામ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે યુવરાજસિંહ જાડેજાનું નામ જાહેર કરાતા જ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે નારાજગી વ્યાપી હતી. આયાતી ઉમેદવારથી નારાજ સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પાર્ટીએ પુનઃ વિચારણા કરી દહેગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર બદલ્યા છે. જેમાં યુવરાજસિંહ જાડેજાને બદલે ઝાક ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ સુહાગ પંચાલનું નામ જાહેર કરવામાં આવતા પક્ષના કાર્યકરોમાં આનંદ ફેલાયો હતો.

દહેગામ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા આઠમી યાદીમાં યુવરાજસિંહ જાડેજાનું નામ જાહેર કરતા જ આપના સ્થાનિક હોદ્દેદારો, ટિકિટવાંચ્છુઓ અને કાર્યકરોમાં ભારે નારાજગી વ્યાપી હતી. નારાજ ટિકિટવાંચ્છુઓ, હોદ્દેદારો અને કાર્યકરો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દહેગામ મતવિસ્તારમાં નિષ્ક્રિય બન્યા હતા. જેથી આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ બેઠકના ઉમેદવાર માટે પુનઃ વિચારણા કરીને યુવરાજસિંહ જાડેજાને બદલે ઝાક ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ સુહાગ પંચાલનું નામ જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...