દુખદ:પાલુન્દ્રા પાસે મેશ્વો નદીમાં બની રહેલા ચેકડેમ નજીક ડૂબી જવાથી યુવાનનું મોત

દહેગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના પાલુન્દ્રા ગામેથી પસાર થતી મેશ્વો નદી પર તૈયાર થઈ રહેલા ચેકડેમ પાસે અમરાભાઈના મુવાડા ગામનો 28 વર્ષીય યુવક ન્હાવા ગયો હતો. તે સમયે ડેમ પાસે ભરાયેલાં ઊંડાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજ્યું હતું. દહેગામ પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે. અમરાભાઈના મુવાડા ગામે રહેતો જિતેન્દ્ર સુખાભાઈ પ્રજાપત (28) ગુરુવારે ચેકડેમ પાસે ન્હાવા ગયો હતો. દરમિયાન તે ઊંડાં પાણીમાં ગરકાવ થતાં સ્થળ પર હાજર કેટલાક લોકોએ બૂમાબૂમ કરતાં લોકો નદી પર આવી પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસ સહિત સરકારી તંત્રના અધિકારીઓ પણ દોડી આવી બહિયલના તરવૈયાઓને બોલાવી શોધખોળ કરાવી હતી. જેમણે યુવાનને મૃત હાલતમાં નદીમાંથી બહાર કાઢ્યો હતો જેથી લાશને પોસ્ટમોર્ટમ અર્થે દહેગામના સરકારી દવાખાને લઈ ગયા બાદ પરિવારજનોને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...