તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઝાંક નર્મદા કેનાલ પર ઈકોમાંથી બીયર સાથે યુવક પકડાઈ ગયો, પોલીસે રૂ. 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો

દહેગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દહેગામમાં ઝાંક નર્મદા કેનાલના બ્રીજ ખાતે ઈકો ગાડીમાંથી બીયરના 160 ટીન ઝડપાયા હતા. દહેગામ પીઆઈ જે. કે. રાઠોડના માર્ગદર્શનમાં બહિયલ આઉટ પોસ્ટના પીએસઆઈ આર. વી. મોરી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ત્યારે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે GJ-01-DX-5390 નંબરની ઈકો ગાડી ઝડપી પાડી હતી. પોલીસે ગાડીમાં ચેક કરતાં અંદરથી બિયરના 160 ટીન મળી આવ્યા હતા.

ગાડી ચાલકનું નામ પૂછતાં તે નવા નરોડાનો 29 વર્ષીય યુવક હર્ષલ અશોકભાઈ પટેલ (રહે- જી-12, શીવ રેસિડેન્સી, ઓકડેલ એવન્યુ, મૂળ પુંધરા-માણસા) હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે 16000ની કિંમતનો બિયર અને ઈકો ગાડી મળીને 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દહેગામ પોલીસે યુવક સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે આરોપી બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો