તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસંવેદના યાત્રા:‘અમે પોલિટિક્સ કરવા નહીં પણ બદલવા આવ્યા છીએ’ : AAP

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેગામ, રખિયાલ અને બહિયલમાં આપની સભા યોજાઈ

આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં જનસંવેદના યાત્રા શરૂ કરી છે. જેના બીજા ચરણમાં ગાંધીનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના ગામડાઓમાં લોકોની મુલાકાત લઈ રહ્યાં છે.

આપના નેતાઓએ શુક્રવારે રખિયાલ અને બહિયલની મુલાકાત લીધી હતી.આ પહેલાં વારાહી માના દર્શન કર્યા હતા. જ્યા તેઓએ કોરોનામાં અવસાન પામેલા રબારી સમાજના આગેવાન નારણભાઈ રબારીના પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ રખિયાલમાં કોરોનામાં મૃ્ત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સભા સંબોધી હતી.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ‘અમે પાર્ટી થકી પોલિટિક્સ કરવા નહીં પોલિટિક્સ બદલવા આવ્યા છીએ. ભાજપ સરકારે કોરોના વોરીયર ગણાતા પોલીસનો પગાર કાપી લીધો છે. ડોક્ટર્સને હડતાળ કરવાની ફરજ પડી છે, રેસિડેન્ટ ડોક્ટર્સને ગણવામાં આવતાં નથી.’

અન્ય સમાચારો પણ છે...