રાહત:દહેગામની ખાત્રીબા કૅનાલમાં પાણી છોડાયું

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ તાલુકાના ખાત્રીબાનાં વહેડામાં પાણી છોડાયુ - Divya Bhaskar
દહેગામ તાલુકાના ખાત્રીબાનાં વહેડામાં પાણી છોડાયુ
  • 61 ગામોના ખેડૂતોનો પ્રશ્ન હલ
  • કૅનાલમાં પાણી છોડવા રૂ. 20.47 કરોડની પાઇપલાઇન નખાઈ હતી

દહેગામ ચાલુ વર્ષે વરસાદની તંગી વચ્ચે ખેતી માટે ખાત્રીબા કાંસમાં પાણી છોડવાની ખેડૂતોની માંગને ધ્યાને રાખીને બાયડ તાલુકાના લીંબ ગામેથી પાણી છોડવામાં આવ્યું હતું. કાંસમાં પાણી છોડાતાં દહેગામ તાલુકાનાં 61 ગામોની ખેતી માટે ફાયદાકારક બની રહેશે.

તાલુકાનાં 61 ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન ખાત્રીબા કાંસમાં પાણી છોડવા માટે વર્ષોથી ખેડૂત હિત રક્ષક સમિતિએ સરકારમાં રજૂઆત કરી હતી. જે અંતર્ગત રૂ. 20.47 કરોડાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેનું કામ પૂરું થતાં લીંબ ગામે ગુરુવારે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે ખાત્રીબાના વહેડામાં પાણી છોડવામાં આવતાં અને તેનાં વધામણાં કરાતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે.

તાલુકાનાં 61 ગામો ઉપરાંત અરવલ્લી જિલ્લાનાં ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે વાત્રક સિંચાઈ વિભાગ દ્વારા રૂ. 12 કરોડના ખર્ચે 12 કિમી લાંબી અંડર ગ્રાઉન્ડ 1600 ડાયામીટરની એમપીથ્રી પાઈપલાઈન નાખવા આવી છે.

આ પ્રસંગે દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ એપીએમસીના ચૅરમેન સુમેરૂભાઈ અમીન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ રાઠોડ, અગ્રણી ગુણવંતભાઈ બારોટ, 61 ગામ ખેડૂત હિત રક્ષક સમિતિના બાબુસિંહ ઝાલા, દીપકભાઈ શાહ, નટવરસિંહ રાઠોડ, બાદરસિંહ રાઠોડ સહિતના સભ્યો, ખેડૂતો તેમજ વાત્રક સિંચાઈ વિભાગના ઈજનેર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાત્રક સિંચાઈ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું કે છોડાયેલા પાણીથી નાના કૂવા, શોષવાલ, આ વિસ્તારમાં આવતાં લીંબ, ઊંટરડા, ભૂડાસણ અને તેનપુર ગામનાં 5 તળાવ ભરાયા બાદ દહેગામ તાલુકાના થડાકૂવા થઈ 61 ગામોને સિંચાઈનો લાભ મળશે. હાલ છોડવામાં આવેલું પાણી સુજલામ્ સુફલામની 124 કિલોમીટર કૅનાલ પરથી 9 કિલોમીટર સુધી ખુલ્લું વહેવડાવવામાં આવ્યું છે, જેને પહોંચતાં 2-3 દિવસનો સમય લાગી શકે તેમ હોવાનું અને તેના કારણે ખેડૂતોને સિંચાઇનો લાભ મળી શકનાર પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...