ચોરી:દેવકરણના મુવાડામાં દુકાનમાંથી રૂપિયા 1.58 લાખની મતાની ચોરી

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કરિયાણાની દુકાનમાંથી તમાકુ અને સગારેટના પેકેટની ચોરી

દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગામે આવેલી એક કરિયાણાની દુકાનની બારીની ગ્રીલ તોડી તેમાં પ્રવેશી દુકાનમાં રખાયેલા રૂપિયા 1,42,800ની કિંમતના તમાકુના 510 નંગ ડબ્બા તેમજ રૂપિયા 16000 ની કિંમતની સિગારેટના 200 પેકેટ મળી કુલ રૂપિયા 1,58,800 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ જતા દુકાનદારે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના દેવકરણના મુવાડા ખાતે સરકારી દવાખાનાની સામે આવેલી રામ ભરોસે કિરાણા સ્ટોર નામની દુકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી 138 માર્કાવાળા રૂપિયા 1,42,800ની કિંમતની તમાકુના 510 નંગ ડબ્બા તેમજ રૂપિયા 16,000ની કિંમતના સિગારેટના 200 પેકેટ મળી કુલ રૂપિયા 1,58,800ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે દુકાનદાર શંભુજી ચેલાજી યાદવે તેમની દુકાન ખોલતા તેમાંથી તમાકુના ડબ્બા અને સિગારેટની ચોરી થયેલાનું જણાતા તેમણે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તસ્કરોએ દિવાળીમાં મુહૂર્ત કરીને ચોરીની શરૂઆત કરી છે.

દેવકરણના મુવાડા જેવા નાનકડા ગામમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી ચોરી થતાં ગામમાં ચકચાર મચી છે. પંથકમાં તસ્કરો સક્રિય થાય હોય તેમ ચોરીના બનાવ બની રહ્યા હોવાથી દિવાળીના તહેવારને લઇ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરો અન્ય વસ્તુઓ નહીં પરંતુ સીગારેટના પેકેટ અને તમાકુની ચોરી કરી જતાં લોકોમાં ભારે કુતુહલ ફેલાયું છે. હાલ તો પંથકમાં વધતી જતી ચોરીના બનાવોને ડામવા માટે પોલીસે કમર કરી છે અને તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...