રજૂઆત:રખિયાલ ગામે સફાઈ કામ ન થતાં ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત

દહેગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામના  રખિયાલ ગામમાં ગંદકી મુદ્દે રજૂઆત કરવામા આવી છે. - Divya Bhaskar
દહેગામના રખિયાલ ગામમાં ગંદકી મુદ્દે રજૂઆત કરવામા આવી છે.
  • તાલુકા તેમજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ગ્રામજનો તરફથી કરવામાં આવેલી રજૂઆત

દહેગામ તાલુકાના વિકસિત એવા રખિયાલ ગામ ખાતે ગામનાં આંતરિક વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા છ માસથી સફાઈ કરવામાં નહીં આવતા ચોતરફ ગંદકીના ઢગ ખડકાયા છે. રખિયાલમાં સફાઈ કરાવવાના મુદ્દે દહેગામ તાલુકા બક્ષીપંચ સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી જી.એચ.બાવાએ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર રખિયાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય રસ્તાઓની આસપાસ તેમજ ગામમાં ચોતરફ કચરો જોવા મળે છે. રજૂઆત મુજબ સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણ અંતર્ગત માત્ર રખિયાલ સ્ટેશન વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ દ્વારા જ કામ કરાવી તેના ફોટા મોકલવામાં આવે છે. જ્યારે ગામમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા ઉપર, ગામના ધાર્મિક સ્થળો તેમજ ગામનાં આંતરિક ફળિયામાં કોઇપણ પ્રકારની સફાઈ થતી નથી.