ચૂંટણી પરિણામ:દહેગામના વિવિધ ગામોના વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિંડવાના સરપંચ પદના ઉમેદવારોના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી

દહેગામ તાલુકાની 75 ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ મંગળવારે શહેરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી મતગણતરી કેન્દ્ર પર ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓ સવારે પાંચ વાગ્યાથી આવી ગયા હતા સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થનાર હોવા છતાં ઉમેદવારો અને તેમના સમર્થકો પણ વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા 14 રૂમમાં ગણતરીની શરૂઆત કરાઈ હતી.

સૌપ્રથમ મોટી પાવઠી ગામનું પરિણામ 10 વાગ્યે જાહેર થયું હતું જેમજેમ પરિણામો જાહેર થતાં ગયા તેમ તેમ જીતેલા ઉમેદવારોના સમર્થકો અબીલ ગુલાલ ઉડાડી ઉમેદવારને ફુલહાર કરી કોલેજની બહારથીજ વિજય સરઘસ કાઢી પોતાના ગામ ખાતે જવા રવાના થયા હતા ઉમેદવારોએ તેમના ગામમાં પણ વિજય સરઘસ કાઢી જીતનો જશ્ન મનાવ્યો હતો.

બપોરના બે વાગ્યા સુધી 20 ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર થયું હતું.જ્યારે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી 34 ગામોના પરિણામો જાહેર થયા હતા. મતગણતરી કેન્દ્રની બહાર સમર્થકોના ટોળા હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દહેગામ પોલીસ અને રખિયાલ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મત ગણતરી દરમિયાન સમર્થકો વચ્ચે માથાકૂટ
દહેગામ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર જિંડવા ગામના સરપંચ પદના ઉમેદવારોના સમર્થકો વચ્ચે બોલાચાલી થયા બાદ બંને જૂથના સમર્થકો દ્વારા ગાળાગાળી અને ઝપાઝપીનો બનાવ બન્યો હતો. દબાણ આ અંગેની જાણ પોલીસને થતાં તેઓ સાથે તાત્કાલિક ટોળાં સુધી પહોંચી મામલો શાંત પાડયો હતો. જોકે આ અંગે હજુ સુધી કોઇ પણ પક્ષે ફરિયાદ નોંધાઈ ન હતી. જિંડવા ગામનું પરિણામ જાહેર થયા બાદ રખિયાલ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...