જિલ્લા પંચાયતની શાળાઓના શિક્ષકોને 4200 ગ્રેડ પે અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને 2800 ગ્રેડ પે ચુકવીને અન્યાય કરવામાં આવે છે ત્યારે અમદાવાદ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ સુભાષભાઈ એ પટેલની આગેવાનીમાં 100 થી વધુ શિક્ષકોએ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરી આવેદનપત્ર આપ્યું હતું.
અમદાવાદ જિલ્લાના અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની શિક્ષકોની જેમ કામગીરી કરે છે. તેમ છતાં જિલ્લા પંચાયતની શાળાઓના શિક્ષકોને 4200 ગ્રેડ પે અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને 2800 ગ્રેડ પે ચુકવીને અન્યાય કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોને સરકારે ઉચ્ચત્તર પગાર ધોરણ યોજના અમલમાં મુકેલ છે, પરંતુ તેની અમલવારી છેલ્લા બે વર્ષથી કરાતી નથી અને જિલ્લા પંચાયત હસ્તક આવેલી સહાયક અનુદાન મેળવતી શાળાઓમાં શિક્ષકોને 4200 ગ્રેડ પે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને 2800 ગ્રેડ પે પગાર અપાય છે. આ વિસંગતતા મુજબ બંધારણના સમાનતા અધિકારનો ભંગ છે તેમજ જિલ્લાના 100 થી વધુ શિક્ષકો લાભથી વંચિત છે.
આ ઉપરાંત વિદ્યા સહાયકોની નોકરી સળંગ ગણવી,સાતમા પગાર પંચના તફાવતની ચુકવણી કરવી,ખાલી જગ્યાઓ પર ભરતી કરવી, 4200 ના પે ગ્રેડ જેવા મુદાઓ અંગે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીએ પ્રાથમિક શેક્ષણિક મહાસંઘ ગ્રાન્ટેડ અમદાવાદ જિલ્લાના 100થી વધુ શિક્ષકોએ પ્રમુખ સુભાષભાઈ પટેલ,મંત્રી નરેન્દ્સિંહ વાઘેલા, ઉપપ્રમુખ બાલકૃષ્ણ પટેલની આગેવાનીમાં આવેદન પાઠવી ગ્રેડ પે વિસંગતતા દૂર કરી સરકાર માગણીઓ સ્વીકારે એવી રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.