ભાસ્કર ઇમ્પેક્ટ:વહેલાલ પંચાયતે 1 માસથી લીકેજ લાઈનનું રિપેરિંગ કામ હાથ ધર્યું

વહેલાલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘દિવ્યભાસ્કર’ માં અહેવાલ  પ્રસિદ્ધ થતા બીજા જ દિવસે વહેલાલ પંચાયતે લીકેજ લાઈનનું રિપેરકામ હાથ ધર્યું હતુ. - Divya Bhaskar
‘દિવ્યભાસ્કર’ માં અહેવાલ પ્રસિદ્ધ થતા બીજા જ દિવસે વહેલાલ પંચાયતે લીકેજ લાઈનનું રિપેરકામ હાથ ધર્યું હતુ.

‘વહેલાલ ગ્રામ પંચાયત પાસે લીકેજ મરામતની ફુરસદ નથી’ ના મથાળા હેઠળ બુધવારે જિલ્લા ‘દિવ્યભાસ્કર’ મા અહેવાલ પ્રસિદ્ધ થતાજ સવારે નવ વાગેજ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત મકાનની દિવાલમાં અડોઅડ લીકેજ લાઈનનું ખોદકામ કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વહેલાલ ગ્રામ પંચાયત પાછળ પાચ વર્ષ પૂર્વે બનેલા મકાનની પાયાની અડોઅડ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં એક માસથી લીકેજ હતું. આ પાણીનો રેલો પંચાયતની દીવાલ પર લખેલા ‘પાણી બચાવે તે મહાન છે’ ના સૂત્ર નિચેથીજ ખળખળ વહી એએમટીએસ બસ સ્ટોપ સહિત સમગ્ર ભાગોળમાં વરસાદે પાણી અને કાદવ કરતું હતું.બે માસથી વહેલાલ ગ્રામ પંચાયત પાસે ફુરસદ હતી નહિ. આ અંગેનો અહેવાલ જિલ્લા ભાસ્કરમાં બુધવારે પ્રસિદ્ધ થતા પંચાયતનું તંત્ર સફાળું જાગ્યું હતું અને સવારે નવ વાગ્યાથીજ લીકેજ લાઈનનું મરામત કામ હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...