તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકચર્ચા:દહેગામની મધ્યમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરખસેડવાના હિલચાલ

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગમાં હંગામી ધોરણે ફરજ બજાવતા એક કર્મચારીને ફાયદો કરાવવાના હેતુ હોવાની લોકચર્ચા

દહેગામ શહેરની મધ્યમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરને ગામથી દૂર ખસેડવાની હિલચાલથી સ્થાનિકોમાં રોષ છે. પ્રજાના આરોગ્યની સુખાકારી માટે તેમને શહેરમાં જ શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી જેવા નાના મોટા રોગોની સારવાર શહેરની મધ્યમાં જ મળી રહે તે માટે 10 વર્ષ અગાઉ જુના બજાર ખાતે જૂની નગરપાલિકા બિલ્ડિંગની નીચેના ભાગે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાયું હતું. જેનો લાભ નગરના મોટા ભાગના લોકો લઇ રહ્યા છે પરંતુ કેટલાક દિવસોથી થતી લોકચર્ચા મુજબ શહેરની વચ્ચે કાર્યરત અર્બન હેલ્થ સેન્ટરને આરોગ્ય વિભાગમાં એક હંગામી કર્મચારીને ફાયદો કરાવવા તેની માલિકીની જગ્યામાં શહેરથી અઢી કિલોમીટર દૂર નાંદોલ રોડ પર ખસેડવાની હિલચાલ શરૂ થઈ છે. જેના કારણે નગરજનોમાં તંત્ર પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે.

જો અર્બન હેલ્થ સેન્ટર ગામથી દૂર નાંદોલ રોડ પર ખસેડાશે તો ગામ લોકોને આરોગ્યની સેવા મેળવવા ખૂબ જ દૂર જવું પડે તેમ છે. અર્બન હેલ્થ સેન્ટરનો લાભ શહેરના વણકરવાસ, ચંદનવાસ, સુથારવાસ, કાનાફળી, પંચફળી, કડિયાવાસ, રબારીવાસ, જુના બજારના જુદા જુદા વિસ્તાર અને મહોલ્લાના અને સોસાયટી વિસ્તારના લોકો લઇ રહ્યા છે. હાલમાં જે સ્થળે અર્બન હેલ્થ સેન્ટર છે તે જગ્યા નગર પાલિકાની માલિકીની છે અને તેનું એક પણ રૂપિયો ભાડું વસુલ કરાતું નહીં હોવાનું ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...