દહેગામ પોલીસે તાલુકાના કડજોદરાથી દેવકરણના મુવાડા જતા રોડ પર હેરિયર કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે 1.08 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી કુલ કાર સહિત 8.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે સુત્રો દ્વારા માહિતી અનુસાર દહેગામ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ બી. બી. ગોયલની સુચના હેઠળ પીએસઆઈ વી. બી. રહેવર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કડજોદરાથી દેવકરણના મુવાડા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી.
કાર પસાર થઈ રહી હતી. જેથી પોલીસે કારને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડનો રૂપિયા 1,08,000 ની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર મહેશ નટવર કલાસુઆ (રહે- રાજસ્થાન) અને સતીશકુમાર પ્રભુલાલ તાવીયાડ (રહે- રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશીદારૂ, સહિત કુલ રૂપિયા 8,16,000ના કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.