તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની રેડ:હાલીસા તેમજ વટવા ગામમાંથી જુગાર રમતા 12 શખસ ઝડપાયા

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2 સ્થળે પાડેલી રેડમાં કુલ રૂપિયા 83,750નો મુદ્દામાલ કબજે કર્યો: તમામ સામે ગુનો દાખલ કરાયો

દહેગામ તાલુકાના હાલીસા ગામે આરસીસી કેનાલ પાસે જુગાર રમતા 7 શખ્સોને પોલીસે રેડ કરી 73,610ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે વટવા ગામેથી જુગાર રમતા 5 શખ્સોને રૂ.10,720 ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. રાઠોડને હાલીસા ગામે આરસીસી કેનાલ પાસે કેટલાક શખ્સો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે પીએસઆઈ વી.બી. રહેવર તથા સ્ટાફના વિપુલકુમાર, સંજયભાઈ તેમજ ભરતકુમાર સાથે રેડ કરી જુગાર રમી રહેલા રઈજીજી કાંતિજી ઠાકોર (રહે-ઝાક), સંદિપસિંહ દલપતસિંહ ઠાકોર, અજયકુમાર પ્રતાપસિંહ રાઠોડ બંને (રહે-વાસણારાઠોડ તા.દહેગામ), આકાશભાઈ તેજાભાઈ રબારી, ગાંડાભાઈ મફાભાઈ રબારી બંને (રહે- રતનપુર ગામ,રબારીવાસ, વસ્ત્રાલ,અમદાવાદ) કેતનકુમાર શાંતિલાલ સુથાર (રહે-યશોદા ચોકડી,અબુંજા સોસાયટી, અમદાવાદ) તેમજ શંકરલાલ દેવજીભાઇ પટેલ (રહે-અમર એસ્ટેટ,હીરાવાડી,મેમ્કો અમદાવાદ) ને રૂપિયા 73,610ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઉપરાંત તાલુકાના વટવાગામ એ ભાથીજીના વાસમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પીએસઆઈ પી.જે સોલંકી સ્ટાફના ગુંજન ભાઈ, હરેશ કુમાર અને અવિનાશ કુમાર સહિતની ટીમે રેડ કરી જુગાર રમતા બળદેવજી જહાજી રાઠોડ, મોહનજી બાબુજી રાઠોડ, કલ્પેશ કસ્તુરભાઈ ચુનારા, મુકેશ રતિભાઈ દેવીપુજક તેમજ લાલતા રામસિયા કુશવાહા તમામ (રહે-વટવા)ને રૂ.10,720 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...