તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દહેગામ તાલુકાના ઝાક ગામે ઔદ્યોગિક એકમો આવેલા છે. જ્યાં દર સોમવારે ઝાક વહેલાલ રોડ પર ઓપન પાથરણા બજાર ભરાતું હોવાથી આ માર્ગ પર ટ્રાફિકની વિકટ સમસ્યાઓ સર્જાતા ગામના સરપંચ સુહાગભાઈ પંચાલે દહેગામ મામલતદાર અને પીઆઈને પત્ર લખી ટ્રાફિકને લઈ થતું અડચણ અટકાવવાની માંગ કરી છે.
ઝાકગામે સેંકડો ઔદ્યોગિક એકમો આવેલા છે, જે એકમોએ સોમવારે બંધ રહેતા હોવાથી અને આ દિવસે કામદારો તેમને ખપતી ચીજવસ્તુઓની ખરીદીમાં જોતરાતા હોવાથી ઝાક વહેલાલ રોડ પર દર સોમવારે ઓપન પાથરણા બજારની હાટડીઓ મંડાય છે.જ્યાં દહેગામ ઉપરાંત અમદાવાદ અને નરોડાથી અસંખ્ય ફેરિયાઓ ધંધાર્થે આવે છે અને રોડની નજીકમાં જ બેસી ધંધો કરતા હોવાથી દર સોમવારે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે.
આ માર્ગ પર ટુ વ્હીલર, ફોર વ્હીલર, ટ્રક, ટેન્કર, લોડિંગ રિક્ષા, એસટી બસ, એએમટીએસ તેમજ ઓએનજીસીનાં ભારે વાહનો ઓપન બજાર વચ્ચેથી પસાર થતા હોવાથી અકસ્માતની ભીતિ રહેલી છે. જેથી આ સ્થિતિ પર નિયંત્રણ લાવી સોમવારે ભરાતા બજારનું અડચણ અટકાવવા ગામના સરપંચ સુહાગભાઈ પંચાલે દહેગામ મામલતદાર અને પીઆઈને પત્ર પાઠવી માંગ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.