આશીર્વાદ યાત્રા:આમ આદમી પાર્ટી દહેગામના પ્રમુખ સહિતના અનેક લોકો ભાજપમાં જોડાયા

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. - Divya Bhaskar
દહેગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી.
  • દહેગામમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહની હાજરીમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ

દહેગામ કોલેજ હોલ ખાતે ભાજપની જન આશિર્વાદ યાત્રાનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ યાત્રા સાથે આવી પહોંચતા તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી દહેગામના પ્રમુખ સહિતના અનેક લોકો ભાજપમાં જોડાયા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકોઉપયોગી વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું છે. દહેગામ ખાતે આવી પહોંચેલી જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દહેગામના પ્રમુખ રોનક શાહ તેમજ વોર્ડ નંબર-1માં અપક્ષ ઉમેદવારી કરનારા અપક્ષ ઉમેદવાર સહિતના સભ્યો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

જન આશીર્વાદ યાત્રા પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ પીનાબેન મનીષકુમાર શાહ, ઉપ પ્રમુખ નિકુલભાઈ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ નેહાબેન કેતનકુમાર પટેલ, પાલિકાના શાસક પક્ષના નેતા શશીકાંતભાઈ અમીન તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા. જન આશીર્વાદ યાત્રાની જવાબદારી એપીએમસીના ચેરમેન સુમેરૂભાઈ અમીન તેમજ શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રભાઈ શર્માને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...