રેવાબા વિદ્યામંદિરની અનોખી પહેલ:ધોરણ-10માં 85 ટકાથી વધુ લાવનારને ધો.11- 12 કોમર્સમાં મફત શિક્ષણ અપાશે

દહેગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા રેવાબા વિદ્યામંદિરની અનોખી પહેલ

દહેગામ શહેરના પાલૈયા ખાતે શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રેવાબા વિદ્યામંદિર ખાતે ધોરણ-10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ અને ધોરણ-12ના વિદ્યાર્થીઓનો વિનીત વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ અને ધોરણ-12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. શાળાના સ્થાપક જયંતીભાઈ પટેલ અને ટ્રસ્ટી કલ્પેશભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કલ્પેશભાઈ પટેલે એક આવકારદાયક અને પ્રશંસનીય જાહેરાત કરી હતી કે ધોરણ-10 ની બોર્ડની પરીક્ષામાં 85 (ટકા) કે તેથી વધુ ટકાથી ઉત્તીર્ણ થનાર દહેગામ શહેર કે તાલુકાની કોઈપણ શાળામાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-11 કોમર્સ અને ધોરણ-12 કોમર્સની બે વર્ષ શિક્ષણ ફી માફ કરવામાં આવશે રેવાબા વિદ્યામંદિર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી આ જાહેરાત સાંભળી લોકોએ વધાવી લઈ ટ્રસ્ટી ગણને અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શહેરની એક શાળાએ ધોરણ ધોરણ 10 માં 95 ટકા કે તેથી વધુ ટકા લાવનાર વિદ્યાર્થીને ધોરણ 11 સાયન્સમાં મફત શિક્ષણની જાહેરાત કરી આમ તાલુકામાં શિક્ષણને ઉત્તેજન મળે તે માટે સંચાલકો દ્વારા આવી પ્રશંસનીય જાહેરાત કરતા લોકોમાં વખાણ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...