દહેગામના ઝાક જીઆઇડીસી વિસ્તારમાં કડાદરા રોડ પર આવેલી વાઇબ્રન્ટ સુવર્ણભૂમિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ધાબા ભરવા માટેના સેન્ટીંગના 200 નંગ જેટલા પતરાની ફરમાની ચોરી થતા કોન્ટ્રાક્ટરે અજાણ્યા ચોર વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકામાં આવેલા ઝાક જીઆઇડીસી વિસ્તારમાં ઝાક કડાદરા રોડ પર આવેલા વાઇબ્રન્ટ સુવર્ણભૂમિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દુકાનો બનાવવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદના નરોડા હંસપુરા ખાતે રહેતાજયેશભાઈ દિનેશભાઈ કાપુરે લીધો છે.
જેથી તે સ્થળે હાલમાં દુકાનોના ધાબા ભરવાની કામગીરી ચાલી રહી હોવાથી ધાબુ ભરવા માટેની સેન્ટીંગના 200 નંગ પતરાના ફરમા ખરીદીને દુકાનોની આગળ મુક્યા હતા. રૂપિયા 1,07,200 કિંમતના 200 નંગ સેન્ટીંગના પતરાના ફરમાની ચોરી થતા તેના માલિક કોન્ટ્રાક્ટર જયેશભાઈ કાપુરે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગેની વધુ તપાસ બહિયલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. મોરી ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.