તસ્કરી:દહેગામ પંથકના 3 કોલ્ડ સ્ટોરેજની ઓફિસોમાં ચોરી, 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા

દહેગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દહેગામ બાયડ રોડ પર તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યા છે કડજોદરાની રૂદ્રા કોટેક્ષ લિમિટેડ કંપનીમાં રૂપિયા 10 લાખની રોકડ રકમની ચોરી ઉપરાંત અંતોલી ગામે ઘરફોડ કરી સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેવામાં ગતરાત્રે તસ્કરો પુનઃ સક્રિય થઈ બાયડ રોડ પર ત્રણ કોલ્ડ સ્ટોરેજની ઓફિસને નિશાન બનાવી રૂપિયા છ હજારની ચોરીનો બનાવથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ બાયડ રોડ પર આવેલા શિવ શક્તિ, શિવમ અને કલ્પ કોલ્ડ સ્ટોરેજની ઓફિસોને તસ્કરોએ નિશાન બનાવી હતી.

ત્રણેય કોલ્ડસ્ટોરેજની ઓફિસના મુખ્ય દરવાજાના તાળા તોડી નાખી ચોરી કરવાના ઇરાદે વસ્તુઓ વેરવિખેર કરી હતી. જે પૈકી શિવ શક્તિ કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાંથી રૂપિયા છ હજારની રોકડ રકમની ચોરી કરી હતી. ઓફિસમાં રખાયેલ વજનદાર તિજોરી (શેફ)ને તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા. પચીસ થી ત્રીસ વર્ષની વયના બનિયાન ધારી તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા હતા. આથી કોલ્ડ સ્ટોરેજના માલિકોએ રખિયાલ પોલીસ મથકમાં જાણ કરી હતી. જોકે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરવામાં રસ નહીં દાખવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...