તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:યુવાનોએ વિદ્યાર્થીઓ પાસેથી 80 કિલો દોરી ખરીદી ગાદીઓ બનાવી

દહેગામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
અહમદપુરની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર કરાયેલી નકામી દોરીમાંથી વિવિધ ચીજવસ્તુ બનાવવામાં આવી હતી. - Divya Bhaskar
અહમદપુરની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર કરાયેલી નકામી દોરીમાંથી વિવિધ ચીજવસ્તુ બનાવવામાં આવી હતી.
 • દહેગામના અહમદપુર ગામની પ્રાથમિક શાળા અને ગામના યુવાનોની સહિયારી કામગીરી
 • પર્યાવરણ બચાવવાના હેતુથી આયોજન કરાયું

વિવિધ નવતર પ્રયોગો થકી અગ્રેસર રહેનાર અહમદપુર પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ બાદ “કરૂણા અભિયાન” સાથે પર્યાવરણ બચાવવાના હેતુથી એક ઇનોવેટીવ કાર્ય હાથ ધરાયું હતું.

ગત વર્ષે ઉત્તરાયણ બાદ શાળાના વિદ્યાર્થીઓને નકામી દોરી એકત્ર કરવા માટે સૂચન કર્યા બાદ સૌથી વધુ દોરી એકત્ર કરનાર વિદ્યાર્થીને પ્રજાસત્તાકદિને જાહેર સન્માન કરવા માટેની પણ જાહેરાત કરાઈ હતી. અને ખૂબ જ સારો પ્રતિસાદ મળતા સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોના માધ્યમથી શાળાના આ કાર્યને ચોમેરથી બિરદાવાયુ હતું. સાથે કેટલાક મિત્રો દ્વારા શાળાએ એકઠી કરેલી નકામી દોરીનો સળગાવીને નાશ કરવાના બદલે કોઈ અન્ય રીતે નિકાલ કરી શકાય તે માટે અભિપ્રાય આપ્યા હતા.

આમ આ વર્ષે આ બાબતે કંઈક નવું કરવાની પ્રેરણા મળતા ગત વર્ષે જે કામ શાળા દ્વારા હાથ ધરાયુ હતું,તેમાંથી પ્રેરણા લઈ ચાલુ વર્ષે ગામના યુવાનો ઝાલા ગુલાબસિંહ, ઝાલા રાજુસિંહ અને વાળંદ કાળાભાઈ તથા વડિલોએ સાથે મળી ઉત્તરાયણ બાદ નકામી દોરી કઈ રીતે એકત્ર કરી શકાય તે માટે વિચાર-વિમર્શ કરી ગામના બાળકો પાસેથી વેસ્ટ દોરી ખરીદવા માટેનું આયોજન કરાયું હતું, દાતાઓના સહયોગથી નાણાંકીય ભંડોળ પણ એકત્ર થઈ ગયું. અને 50 રૂપિયે 1 કિલોગ્રામ દોરી ખરીદવાની શરૂ થઈ. ઉત્તરાયણ બાદ 4 જ દિવસમાં 80 કિલોગ્રામથી વધુ નકામી દોરી ગામના ચોકમાં ભેગી થઈ હતી.

ગાદી અથવા તકિયા બનાવવા સૂચન કરાયુ
ગામના યુવાનો દ્વારા ગત વર્ષે શાળાએ કરેલ ઉમદા કાર્ય આ વખતે પોતે કર્યાના આનંદ સાથે શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલને જાણ કરી.અને એકત્ર થયેલી દોરી બતાવી તેઓએ દોરીનો નાશ કરવાની પણ વાત કરી.શાળાના આચાર્ય અને શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ તથા અલ્કેશભાઈએ દોરીને સળગાવ્યા સિવાય તેનો ઉકેલ લાવવા વિચારણા શરૂ કરી.બીજા દિવસે ગ્રામજનોને આ દોરી સળગાવવા કરતાં તેમાંથી ખુરશીમાં મૂકવા માટેની ગાદી કે તકિયા બનાવવા સૂચન કર્યુ.ગ્રામજનોએ આ વાતને પ્રજાસત્તાકદિને જાહેર ચર્ચા માટે મૂકવા કહ્યું.અને એ મુજબ પ્રજાસત્તાકદિને યુવાનો અને ગ્રામજનોએ શાળા દ્વારા અપાયેલ વિચારને સમર્થન આપ્યું.

ગામના જ દરજીએ ગાદી-તકિયાના કવર બનાવી તેમાં દોરી ભરી તૈયાર કરી આપ્યા
ગાદી માટેના કવરનું કાપડ ગામના જ દરજી ગણપતભાઈ ઝાલાએ આપી ગાદી-તકિયાના કવર બનાવી તેમાં દોરી ભરી તૈયાર કરી આપ્યા હતા. કરૂણા અભિયાન માત્ર પક્ષીઓના બચાવ માટે હતું.પણ દોરી સળગાવી પર્યાવરણને થતા નુકશાનને અટકાવવા માટેની સૌથી મોટી પહેલ અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા કરી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જેને પણ ચોમેરથી બિરદાવવા માં આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો