તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કડાદરાના યુવાને વ્યાજખોરના ત્રાસથી ઘર છોડ્યા બાદ પરત ફરીને ફરિયાદ નોંધાવી

દહેગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1 લાખ લીધા બાદ નાણાં ન ભરતા મારી નાખવા ધમકી આપી હતી
 • પોલીસે મની લોન્ડરિંગ એક્ટની કલમ સહિત ગુનો દાખલ કર્યો

કડાદરા ગામના એક યુવાને થોડા દિવસો પહેલાં વ્યાજખોરના ત્રાસથી ઘર છોડ્યુ હતુ જોકે બાદમાં આ યુવાન તેના ઘરે પરત આવી ગયો હતો અને તેણે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વ્યાજખોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.કડાદરા રહેતા એક યુવાનનો ધંધો ચાલતો ન હોવાથી ઘર ખર્ચ માટે તેણે ગામના દરેક વ્યક્તિ પાસેથી સમાયંતરે દસ ટકા લેખે રૂપિયા એક લાખ લીધા બાદ નાણાં ભરપાઇ ન થતા પૈસા આપનાર વ્યાજખોરે દસ ટકા લેખે એક લાખ 14 હજારની રકમ પેનલ્ટી પેટે બાકી કાઢી પેનલ્ટી ના પૈસા ન ચૂકવે તો મારી નાખવાની ધમકી આપી હોવાથી યુવાને વ્યાજખોરના ત્રાસથી ઘર છોડ્યું હતું.

કડાદરા રહેતા માસુમઅલી નાસરઅલી સૈયદનો ધંધો ચાલતો ન હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થતાં માસુમઅલીએ કડાદરા ગામમાં રહેતા પાર્થ વિષ્ણુભાઈ પટેલ પાસેથી દસ ટકાના વ્યાજે પચાસ હજાર લીધા હતા.ત્યાર બાદ એક મહિનાનાં વ્યાજ પેટે પાંચ હજાર પાર્થ પટેલને આપ્યા હતા.

બીજા મહિને પણ ધંધો ન હોવાથી અન્ય એક મિત્ર પાસેથી પાંચ હજાર લઇ વ્યાજ ચુકવ્યું હતું. ત્યારબાદ માસુમઅલી લીધેલાં નાણાં પરત આપવા નો સમય થતાં અને તેમની પાસે સગવડ ન હોવાનું પાર્થ પટેલને જણાવતા તેણે રકમ નહીં આપે ત્યાં સુધી રોજ એક હજાર પેનલ્ટી આપવાજણાવ્યું હતું.

ત્યારબાદના પંદર દિવસ પછી પાર્થ પટેલે 15 હજાર માંગતા માસુમઅલીએ સગવડ ના હોવાથી બીજથી અપાવવાનું જણાવતા પાર્થ પટેલે પચાસ હજારમાંથી 38 હજાર પેનલ્ટી પેટે કાપી 12 હજાર માસુમઅલીને આપ્યા હતા. ત્યારબાદ તેણે એક લાખ દસ ટકા વ્યાજ સાથે મહિનામાં પરત કરવા જણાવ્યું હતું.

જો વ્યાજ સાથે પરત ન કરે તો રોજ 1500ની પેનલ્ટી લાગશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ વ્યાજખોર પાર્થ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે મની લોન્ડરીંગ એક્ટની કલમ સહિત ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વધુ તપાસ બહિયલ આઉટ પોસ્ટના પીએસઆઈ આર.વી.મોરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો