દહેગામ શહેરમાં એસટી સ્ટેન્ડ નજીક આવેલા તાલુકા પંચાયત હસ્તકના પથિકાશ્રમ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલી એક બંધ દુકાનનું ધાબુ શુક્રવારે સાંજના સમયે ધડાકાભેર ટુટી પડ્યું હતું. આ બનાવથી સદનસીબે દુકાન બંધ હોવાના કારણે મોટી જાનહાનની ટળી હતી.
દહેગામના એસટી સ્ટેન્ડ પાસે અમદાવાદ રોડ ઉપર આવેલા પથિકાશ્રમ શોપિંગ સેન્ટરમાં શુક્રવારે મોડી સાંજે પહેલા માળે આવેલી એક બંધ દુકાનનું ધાબુ ધડાકાભેર તૂટી પડ્યું હતું. અચાનક જર્જરિતનું ધાબુ તૂટતા ભોંય તળિયે આવેલી દુકાનોમાં હાજર લોકો બહાર દોડી ગયા હતા.
જોકે આ ઘટનામાં સદ્દનસીબે જાનહાનિ થઈ ન હતી. તાલુકા પંચાયત હસ્તકનું આ શોપિંગ સેન્ટર જર્જરીત બની ચૂક્યું છે જ્યાં ભોંય તળિયે મોટાભાગની દુકાનો દુકાનો ધમધમે છે ત્યારે ખરીદી માટે આવતા ગ્રાહકોના માથે પણ જોખમ રહેલું છે તાલુકા પંચાયત દ્વારા જર્જરિત શોપિંગ સેન્ટર ને દુરસ્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.