દહેગામ તાલુકાના નવા બાબરા ખાતે આરસીસીરોડ ને તોડી પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કરવામાં આવતા ગામના રહીશ દ્વારા સરપંચના પતિ પોતાના ઘરે પાઈપલાઈન લઈ જવા મંજુરી વિના રોડ તોડી ખોદકામ કરતાં ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે.
નવા બાબરા ગામે પાણીની પાઈપલાઈન નાખવા માટે મહિલા સરપંચના પતિ દ્વારા તેમના ઘરે પાણી ની પાઈપ લાઈન નાખવા કોઈપણ જાતની મંજૂરી વિના રોડની વચ્ચે ખોદકામ કરી ગામમાં વ્યવહાર કરવાનો રસ્તો બંધ કરી દીધો હોવાનો અને ખોદકામના કારણે ગટર લાઈન તૂટી જતા ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.અને ગામલોકોને ધમકી આપી ગામને બાનમાં લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આ અંગે તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે થોડાક સમય અગાઉ બાબરા ગામમાં પાણીની પાઇપ લાઇનમાં ગટરનું પાણી ભળી જવાની ફરિયાદો ઊભી થતા નવી પાઇપ લાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે જે માત્ર સરપંચના ઘરે નહીં પરંતુ ગામમાં જતી પાઈપલાઈન પણ છે. તેની તપાસ સર્કલ ઓફીસર ને મોકલી કરાવી છે. જ્યારે મહિલા સરપંચના પતિએ પાઈપલાઈન નાંખવાનું કામ મંજૂરીથી કર્યું હોવાનું અને હાલ રસ્તાનું ડાયવર્ઝન આપ્યુ હોવાનું પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.