તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:દહેગામનાં 3 ગામોના લોકોની પાણીના પ્રશ્ને મતદાનના બહિષ્કારની ચીમકી

દહેગામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
દહેગામમાં પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોએ રેલી કાઢી પાણીની માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું. - Divya Bhaskar
દહેગામમાં પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોએ રેલી કાઢી પાણીની માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું.
 • ત્રણેય ગામોમાં રાજકીય પક્ષોને પ્રવેશવા પર પ્રતિબંધ
 • મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

દહેગામ શહેર સહિત તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે તેવામાં તાલુકાના ચિસકારી નજીકનાં 3 ગામોના લોકોને પીવાનાં પાણીની સમસ્યા વણઉકેલ રહેતાં બુધવારે એરંડાની મુવાડી, કુંપાજીની મુવાડી તેમજ ભાથીજીની મુવાડી ગામના લોકો મહિલાઓ સાથે દહેગામ આવી રેલી કાઢી દહેગામ મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે લાવેલા બેનરમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ત્રણેય ગામમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ હોવાથી રાજકીય પક્ષોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. વધુમાં આવેદનપત્રમાં મતદાન નામ બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

આ ગામોની મહિલાઓને મધરાતે પાણી મેળવવા ખેતરમાં ભટકવું પડે છે. જેની સીધી અસર રોજગારી અને બાળકોના ભણતર પર પણ પડી રહી છે. પાણીના પ્રશ્ન અંગે ગ્રામ લોકોએ અગાઉ ધારાસભ્ય સહિત વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ અને સરકારી તંત્રને જાણ કરી હોવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા છેવટે બુધવારે ગ્રામજનો ગામની મહિલાઓ સાથે પાણીની માંગ અને રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર સાથે રેલી કાઢી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા જ્યાં નાયબ મામલતદાર જે. સી. રાવલ અને તાલુકા વિકાસ અધિકારીને પણ પાણીની માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું .જેમાં પાણી નહીં મળે તો મતદાનના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો