ફરિયાદ:દહેગામમાં પાન પાર્લર પર યુવાનને બેસવા દેવા અંગે માલિકને માર માર્યો

દહેગામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 શખસે ગડદાપાટુનો મારમારી પાર્લરમાં તોડફોડ કરી
  • ‘ફરી બેસવા દઈશ તો તારું પાર્લર ચાલવા નહિ દઈએ’ તેવી ધમકી આપતાં દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

દહેગામ શહેરની નહેરુ ચોકડી પાસે આવેલા એક પાન પાર્લર માલિકને ચાર શખ્સોએ ગડદાપાટુનો માર મારી પાર્લરમાં ફર્નિચર અને અન્ય સામાનની તોડફોડ કરી પાર્લર પર સંજય રબારી નામના યુવાનને પાર્લર પર બેસવા દઈશ તો તારૂ પાર્લર ચાલવા નહિ દઈએ તેવી ધમકી આપતાં પાર્લર ધરાવતા યુવાને 4 શખ્સો વિરૂધ્ધ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ શહેરની નેહરુ ચોકડી નજીક હનુમાનજી મંદિરની પાસે ચામુંડા પાન પાર્લરના માલિક દીનાજી બકાજી ઠાકોરને ચાર શખ્સોએ ગડદા પાટુનો માર મારી પાર્લરમાં ફર્નિચર તથા સામાનની તોડફોડ કરી હતી. ચામુંડા પાન પાર્લર પર સંજય રબારી નામનો યુવાન કાયમ બેસવા આવતો હતો તથા ચા પાણી કરતો હતો. ગુરૂવારે સંજય રબારીને ફોન કરી કેટલાક શખ્સોએ ગાળાગાળી કરી પાર્લર પર આવવાની વાત કરતાં સંજય રબારી ત્યાંથી નીકળી ગયો હતો.

ત્યારબાદ દીપાજી વજેસિંહ ચૌહાણ,મહિપતસિંહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ ત્રણેય (રહે- હરખજીના મુવાડા) તેમજ સામંતસિંહ ચૌહાણ (રહે-દહેગામ) નામનાં શખ્સોએ પાર્લર માલિક દીનાજી બકાજી ઠાકોરને કહ્યું હતું કે તું તારા પાર્લર પર રબારીઓને કેમ બેસવા દે છે, તેમ કહી ગડદાપાટુનો માર મારી પાર્લરમાં ફર્નિચર અને અન્ય સામાનની તોડફોડ કરી પાર્લર પર સંજય રબારીને બેસવા દઈશ તો તારું પાર્લર ચાલવા નહિ દઈએ તેવી ધમકી આપતાં ચારેય વિરૂધ્ધ દીનાજી ઠાકોરે ચારેય વિરૂધ્ધ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...