વિધાનસભા ચૂંટણી:ભાજપ સામેનો વિરોધ ખોટો હતો પક્ષમાં સાચાની કદર થાય છે

દહેગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામિનીબા કારના વિશાળ કાફલા સાથે શક્તિપ્રદર્શન કરી કમલમ પહોંચ્યા હતા. - Divya Bhaskar
કામિનીબા કારના વિશાળ કાફલા સાથે શક્તિપ્રદર્શન કરી કમલમ પહોંચ્યા હતા.
  • દહેગામના કોંગ્રેસનાં કામિનીબા ભાજપમાં જોડાતા સૂર બદલાયા

દહેગામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં જોડાયા છે. દહેગામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ ન અપાયા બાદ પક્ષથી નારાજ થયેલા કામિનીબાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ અગ્રણીઓ અને ટેકેદારોની સમજાવટથી ઉમેદવારી પરત ખેંચી લઈ મોડી સાંજે કામિનીબાએ કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યથી રાજીનામું આપી દીધું હતું.

મંગળવારે દહેગામથી દોઢસો જેટલી ગાડીઓના વિશાળ કાફલા સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારોને લઈ કમલમ્ ખાતે જઈ કેસરિયા કરતા ચૂંટણી ટાણે કોંગ્રેસની સ્થિતિ નબળી પડી હતી. તેમણે કેસરિયો ધારણ કરી વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ જતા વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો હતો.

કામિનીબા રાઠોડ સાથે સીધીવાત
સવાલ:-અત્યાર સુધી ભાજપનો વિરોધ હવે સમર્થન કેમ?

કોંગ્રેસમાં સાચા અને સનિષ્ઠ માણસોની કોઈ કદર થતી નથી, સામે ભાજપમાં સાચા માણસોની કદર થાય છે. મને લાગ્યું કે હું ભાજપનો જે વિરોધ કરતી હતી તે ખોટો છે, એટલે મેં ભાજપ પાર્ટીને પસંદ કરી છે.
સવાલ:-ભાજપમાં કોઈ હોદ્દા માટે જોડાયા છો?
હું કોઈપણ જાતના લોભ લાલચ કે હોદ્દા માટે ભાજપમાં નથી જોડાઈ. હું દહેગામ તાલુકાના મતદારો-કાર્યકરોના વિકાસના કામોની માંગણી સાથે જોડાઈ છું. બલરાજસિંહ ચૌહાણ જંગી બહુમતથી જીતશે અને હું તેમની સાથે રહીને ​​​​​​​દહેગામના પ્રશ્નોનું નિકારણ લાવીશ.
સવાલ:-કોંગ્રેસ છોડવાનું કારણ શું?
એક મહિલા અને કાર્યકરત તરીકે મારી અવગણના થઈ છે. દહેગામ વિસ્તારમાં હું 2012થી 2022 સુધી સક્રિય છું. છતાં પાર્ટી દ્વારા મારી અને નાગરિકોની લાગણી અને માંગણી પર ધ્યાન આપ્યું ન હતું.
સવાલ:-કોંગ્રેસ પર ટિકિટ વેચાણના કરેલાં આક્ષેપોનું શું?
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મારા ટિકિટ વેચાણના ખુલાસાને મારા આક્ષેપો ગણાવી રહ્યાં છે. પરંતુ એ આક્ષેપો નથી, વાસ્તવિકતા છે. મને નોટિસ મળશે તો હું સાચી વાત માટે તેઓ સામે માનહાનીનો દાવો કરીશ.
કદર થતી ન હોવાથી ભાજપમાં જોડાઇ
કોંગ્રેસમાં મારી સાથે અન્યાય થતાં સમર્થકો-કાર્યકરોની લાગણીથી મેં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. જોકે સમર્થકો અને કાર્યકરોને લાગ્યું કદર થતી ન હોય ત્યાં રહીને જ્યાં કદર થતી હોય ત્યાં મારે જવું જોઈએ એટલે હું ભાજપમાં જોડાઈ છું, મને હારી જવાનો કોઈ ડર ન હતો.

અન્ય સમાચારો પણ છે...