તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:દહેગામ તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગમાં કોંગ્રેસના સભ્યો માટે અલગ રૂમની વ્યવસ્થા કરાશે

દહેગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દહેગામ તા.પં. ની સામાન્ય સભામાં 2021-22નું બજેટ સર્વાનુમતે મંજૂર
 • બજેટમાં 12, 211 લાખ 80 હજાર આવક દર્શાવાઈ , જયારે તેની સામે 9942 લાખ 12 હજારનો અંદાજીત ખર્ચ જણાવવામાં આવ્યો હતો

દહેગામ તાલુકા પંચાયત ખાતે 2021-22નું બજેટ મંજૂર કરવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ નેહાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. સભામાં વિપક્ષ કોંગ્રેસના સદસ્યોએ તાલુકા પંચાયત કચેરીમાં કોંગ્રેસના સદસ્યોને બેસવા અલાયદા રૂમની માંગ કરતા ધારાસભ્ય દ્વારા તાલુકા પંચાયતનો હયાત મકાન જર્જરીત હોવાથી અને અન્ય ખંડની વ્યવસ્થા ન હોવાથી નવી બનનાર બિલ્ડિંગમાં અલાયદા રૂમની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું.

સભામાં 2021-22નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ હતુ તેમજ સામાન્ય સભામાં કોંગ્રેસના 12 તેમજ ભાજપના 16 સદસ્યો મળી તમામ 28 સદસ્યો હાજર રહ્યા હતા. સભાના સચિવ તરીકે તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંગ રાજપૂત ઉપરાંત ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. બજેટમાં 12,211 લાખ 80 હજાર આવક જણાવાઈ હતી. જયારે તેની સામે 9942 લાખ 12 હજારનો અંદાજીત ખર્ચ દર્શાવાયો હતો. વર્ષના અંતે 2269 લાખ 68 હજારની પુરાંત બંધ સિલક બતાવાઈ હતી.

સભામાં સર્વાનુમતે બજેટ મંજૂર કરાયું હતુ. જેનો અહેવાલ રજૂ કરાયો હતો. બજેટમાં સામાન્ય વહીવટ અંગે વિકાસ ક્ષેત્રે, પંચાયત ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે જાહેર બાંધકામ ક્ષેત્રેના કામો દહેગામ તાલુકામાં કરવા બજેટમાં જોગવાઇ કરાઈ હતી. સભામાં કારોબારી સમિતિ તેમજ સામાજીક ન્યાય સમિતિની રચનાની દરખાસ્ત પણ રજૂ કરાઈ હતી. જેમાં કારોબારી સમિતિમાં પ્રજ્ઞેશકુમાર પટેલ,જ્યોત્સનાબેન ચૌહાણ, રઈજીભાઈ ચૌહાણ, પ્રિયંકા રાઠોડ, લીલાબેન મકવાણા,પુરીબેન ઝાલા, ભરતજી ઠાકોર, શોભનાબેન ઠાકોર તેમજ અશોકભાઈ પટેલનો સમાવેશ કરાયો હતો. જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં રમીલાબેન વાઘેલા, રામજીભાઈ મારવાડી, ગણપતભાઈ રાઠોડ, મનુભાઈ વોરા મહેશભાઈ મહેરીયાનો સમાવેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો