તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:માતાએ ઠપકો આપતાં દહેગામની કિશોરીને તળાવમાં ઝંપલાવ્યું

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાની બહેને બૂમાબૂમ કરતાં ચોકીદારે બચાવી લીધી

દહેગામ શહેરના એક સ્લમ વિસ્તારમાં કાચું ઝૂંપડું બનાવી રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષની વયના આશરાની એક કિશોરીને તેની માતાએ કોઈ કારણસર ઠપકો આપતાં કિશોરીને લાગી આવ્યું હતું.જેથી કિશોરી તેની 5 વર્ષની નાની બહેનને લઈ ઔડા ગાર્ડન ખાતે આવી પહોંચી હતી. નાની બહેનને તળાવ પાસે ઊભી રાખી ઔડા તળાવમાં ઝંપલાવ્યું હતું જેથી તેની નાની બહેને બૂમાબૂમ કરતાં ઔડા ગાર્ડનના ચોકીદાર વિનુભાઈ કાળાભાઈ રાઠોડ આવી પહોંચતા તેમણે ત્વરિત પાણીની પાઈપ લઈ તળાવમાં ઉતરી કિશોરીનો જીવ બચાવી લઈ પ્રશંસનીય કામગીરી કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરની એક વિસ્તારની વસાહતમાં ઝુંપડું બાંધીને રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષની કિશોરીને તેની માતાએ કોઈ કારણસર ઠપકો આપ્યો હતો, જેથી કિશોરીને લાગી આવતા તેની 5 વર્ષની નાની બહેન સાથે ઔડાગાર્ડન ખાતે આવી ચઢી હતી. જ્યાં નાની બહેનને ઔડા ગાર્ડનના તળાવની પાળી પાસે ઊભી રાખી પોતે તળાવમાં કૂદી પડી હતી. બહેનને તળાવમાં ડૂબતા જોઈ 5 વર્ષની બાળકીએ બૂમાબૂમ કરતા ઔડા ગાર્ડનમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતાં વિનુભાઈ કાળાભાઈ રાઠોડ દોડી આવ્યા હતા અને નજીકમાંથી ત્વરિત પાણીની પાઈપ ખેંચી લાવી તળાવમાં ઉતરી ડૂબી રહેલી કિશોરી તરફ ફેંકી તેને પકડી લેવાનું કહેતા કિશોરી ડૂબતી હોવાથી પાઈપ પકડી લીધી હતી અને વિનુભાઈએ પોતાના જીવના જોખમે કિશોરીને હેમખેમ બહાર કાઢી જીવન બચાવ્યુ હતું.

કિશોરીને તળાવમાંથી બહાર કઢાયા બાદ પોલીસને જાણ કરાઇ હતી ત્યારબાદ કિશોરીને સમજાવટથી પરત તેના ઘરે મોકલી આપી હોવાનું જાણવા મળ્યું હતું. ઔડા ગાર્ડનના ચોકીદારની પ્રસંશનીય કામગીરીને પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત સમગ્ર સ્ટાફે બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...