તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પુત્રને બમ્પ ન દેખાતાં બાઈક ઉછળી પડી જવાથી માતાનું મોત

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંપા- લવાડ રોડ પર અકસ્માત થયો
  • અમરાભાઈના મુવાડા ગામે રહેતાં મહિલા પુત્ર સાથે સામાજિક કામે વક્તાપુર જતાં હતા

દહેગામમાં બાઈક બમ્બ કુદી જતાં બાઈકના પાછળ બેઠેલા મહિલાનું રોડ પર પટકાતા મોત થયું હતું. દહેગામ તાલુકાના સાંપા-લવાડ રોડ પર જતાં બાઈકચાલક પુત્રને બમ્પ ન દેખાતા બાઈક બમ્બ કુદી ગયું હતું જેમાં પાછળ બેઠેલા માતા રોડ પર પડ્યા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના અમરાભાઈના મુવાડા ગામે રહેતાં દિપકસિંહ પ્રવિણસિંહ ચૌહાણ તેમની માતા સરોજબા(50 વર્ષ)ને બાઈક પર બેસાડી સામાજિક કામ અર્થે વકતાપુર જવા નીકળ્યા હતા. સાંપા લવાડ રોડ પર માયકા પ્લાયવુડ ફેક્ટરી આગળથી પસાર થતાં રસ્તામાં બમ્પ આવતા દિપકસિંહ બમ્પ જોઈ શક્યા ન હતા. જેના કારણે બાઈક પાછળ બેસેલા તેમના માતા સરોજબા નીચે પટકાયા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્યારબાદ તેઓને દહેગામના સરકારી દવાખાને લવાયા બાદ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સરોજબાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગેની જાણ દહેગામ પોલીસને થતા કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...