તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિફ્ટિંગ મોકૂફ:લોકોના રોષને પગલે દહેગામ અર્બન હેલ્થ સેન્ટરનું સ્થળ હાલ નહીં બદલાય

દહેગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લેવલની ચર્ચાથી હાલ શિફ્ટિંગ મોકૂફ રખાયું
  • દેહગામ પાલિકાએ એકપણ રૂપિયાનું ભાડું લીધા વિના જૂની પાલિકા કચેરીનું ભોંયતળિયું આપ્યું હતું

દહેગામ શહેરના લોકોના આરોગ્યની સુખાકારી માટે શહેરના જૂના બજારમાં જૂની નગરપાલિકા કચેરીના ભોયતળિયે કાર્યરત અર્બન હેલ્થ સેન્ટરને જુના બજારમાંથી નાંદોલ રોડ પર લઈ જવાની હિલચાલથી પ્રજાજનોમાં નારાજગી પ્રવર્તિ રહી હતી. ત્યારે હવે લોકો રોષને પગલે આરોગ્ય વિભાગને નિર્ણય બદલવાની ફરજ પડી હતી.

દહેગામ શહેરના જૂના બજારમાં જૂની નગરપાલિકા કચેરીના ભોંયતળિયે નગરપાલિકા દ્વારા એક પણ રૂપિયાના ભાડા વિના અર્બન હેલ્થ સેન્ટર માટે અપાયું હતું. જેનો લાભ ગામની મધ્યમાં રહેતા તેમજ નજીકના શ્રમજીવી વિસ્તારના ગરીબ લોકો અને અને મધ્યમ વર્ગના લોકો લઇ રહ્યા હતા.

અર્બન હેલ્થ સેન્ટર ગામથી દૂર નાંદોલ રોડ પર માસિક 15 હજાર રૂપિયા વાળા ભાડાની જગ્યા ખસેડવાની આરોગ્ય તંત્રની હિલચાલની ચર્ચાઓથી શહેરીજનોમાં નારાજગી પ્રવર્તિ રહી હતી. ત્યારે હવે અર્બન હેલ્થ સેન્ટરનાં ઈન્ચાર્જ ડો. અંકિત શાહે જણાવ્યું હતું કે પાલિકાના ચીફ ઓફિસર સહિતની મુલાકાત અને અમારા વિભાગના અધિકારી સાથેની ચર્ચા પરામર્શ બાદ હાલ પૂરતું અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા બદલવાની મુલતવી રાખી છે. જેથી અર્બન હેલ્થ સેન્ટર શિફ્ટ થશે નહીં જોકે ઉપરથી મળેલી મંજૂરી કેન્સલ પણ થઇ નથી પરંતુ સ્થાનિક લેવલની ચર્ચાઓથી હાલ પૂરતું શિફ્ટિંગ કરવામાં નહીં આવે તેમ તેમણે ઉમેર્યું હતું.’આમ અંતે હેલ્થ સેન્ટરની જગ્યા હાલ ન બદલાશે.

અન્ય સમાચારો પણ છે...