ફરિયાદ:કડાદરાના જમીન દલાલે ખોટા પાવર ઓફ એટર્ની કરાવી જમીન વેચી દીધી

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેગામ પોલીસમાં ફરિયાદ થતાં જમીન દલાલની ધરપકડ થઈ
  • હરસોલીની રૂપિયા 48.61 લાખ કિંમતની જમીનને અન્યને વેચી દીધી

દહેગામ તાલુકાનાં હરસોલી ગામના પિતા પુત્રએ કડાદરાના જમીન દલાલ મારફતે અન્ય જમીન રાખીને નાણાં ચુકવી દેવામાં આવ્યા હતા. બાદમાં કડાદરાના જમીન દલાલે ખોટા પાવર ઓફ એટર્ની કરાવીને અન્યને વેચી મારતાં વિશ્વાસમાં લઇને 48.61 લાખની રકમ લઈ છેતરપિંડી કરી જમીન પચાવી પાડવાનો બનાવ બનતા દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અમદાવાદના ઠક્કરબાપા નગર ખાતે રહેતા અમરતભાઈ જીવાભાઈ રબારી દહેગામ તાલુકાના હરસોલી ખાતે આવેલી જમીનમાં તેમના દીકરા સાથે ખેતી કરે છે.

દરમ્યાન ખેતી માટે હરસોલી આવતા હતા જતા હતા ત્યારે કડાદરાના કેશાજી ધૂળાજી સાથે પરિચય થતા તેઓએ કડાદરા ગામના ચંદુજી બળદેવજી ઠાકોર સાથે ઓળખાણ કરાવી હતી. જેમાં તેઓ જમીન દલાલ તરીકે કામકાજ કરતા હોવાથી તેમના મારફતે અમરતભાઈ જીવાભાઈ રબારી તથા વજેસંગ ભલાજી ઠાકોર રહે. નિકોલવાળા બંનેએ ભાગીદારીમાં જમીન91 ગુંઠા એટલે કે ચાર વીઘા જેટલી જમીન લેવાનું નક્કી કરી જમીનની રકમ વાઉચર અને ચેક દ્વારા રૂપિયા 48,61,500 ચંદુજી બળદેવજી ઠાકોરને ચૂકવી દીધા હતા.

જમીનના ભાગીદાર વધુ હોવાથી વિભાજન પ્રક્રિયા કરાયા બાદ દસ્તાવેજ કરવાનો હોવાથી ઘણા લાંબા સમય બાદ વિભાજન પ્રક્રિયા ન કરવામાં આવતાં જમીન વેચાણકર્તાઓએ હયાતીમાં વારસદારના નામની નોંધ પડાવતાં આ અંગે દહેગામ મામલતદાર કચેરીમાં તપાસ કરતાં જમીન દલાલે ખોટી પાવર ઓફ એટર્ની કરાવીને અન્યને જમીન વેચી દેતાં જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેમ્બીંગ અંગેની અરજી કરતાં કચેરી દ્વારા તપાસ હાથ ધરાયા બાદ કલેકટર દ્વારા હુકમ કરવામાં આવતાં દહેગામ પોલીસ મથકે જમીન દલાલ ચંદુજી બળદેવજી ઠાકોર વિરુદ્ધ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લાં કેટલાંક સમયથી આ વિસ્તારમાં જમીનો બાબતે ઠગાઈના કેસમાં વધારો થઈ રહ્યો છે તેથી લોકો સજાગ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...