આયોજન:રોટરી ક્લબ ઓફ દહેગામની કારોબારી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

દહેગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામમાં કાર્યરત રોટરી કલબ ઓફ દહેગામના ચાલુ વર્ષના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં નવી કારોબારી ટીમની નિમણુંક કરાઈ હતી. જેમાં નવા પ્રમુખ તરીકે નિતીન આર. પટેલ, સેક્રેટરી તરીકે શાંતિલાલ કે. શાહ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શપથ લીધા હતા. શપથ ગ્રહણ અધિકારી તરીકે રોટે. ડૉ. બિપીનભાઈ શાહ હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાનપદે  દહેગામ પાલિકા પ્રમુખ  બિમલભાઈ અમીન હાજર રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...