તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દહેગામમાં બુટલેગરના પુત્રની દાદાગીરી, યુવકને માર માર્યો

દહેગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગરના પુત્ર સહિત 3 મિત્રનો યુવક પર હુમલો
  • હું વિક્રમસિંહ ઝાલા દારૂવાલાનો છોકરો છું કહી યુવક પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી

દહેગામ શહેરમાં નોકરી કરી પોતાની બાઇકમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી બહાર નીકળતા યુવાનની બાઈક ઉપર શહેરના બુટલેટરના પુત્રે તેની કાર પૂરઝડપે હંકારી યુવાનની બાઈક ઉપર કાર ચઢાવી દેતાં યુવકે કાર ચઢાવ નાર બુટલેટરના પુત્રને ઠપકો આપ્યો હતો જેથી બુટલેટરના પુત્ર અને તેની સાથેના ત્રણ શખ્સોએ યુવકને ‘તું મને ઓળખાતો ‘નથી ‘હું વિક્રમસિંહ ઝાલા દારૂવાલાનો છોકરો જયદિપ છું’ તેમ કહળી યુવકને શરીરે ગડદાડાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે બુટલેટરના પુત્ર વિરુધ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે દહેગામ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નહેરુ ચોકડી ખાતેની એક દુકાનમાં નોકરી કરતો અને સાણોદરના ખાતે રહેતો યુવાન નિકુલસિંહ કનુભાઈ પરમાર તેની નોકરી પૂર્ણ થયા બાદ બાઈક લઈને ઘેર જાવ નીકળ્યો હતો અને સાત ગરનાળા પાસે આવેલા પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવી બહાર નીકળતા હતો.

તે સમયે એક સફેદ કલરની કાર પૂરઝડપે સામે લઈ આવતા ચાલકોને નિકુલસિંહે શાંતિથી કાર ચલાવવાનું કહેતા ચાલકે ‘હું વિક્રમસિંહ ઝાલા દારૂ વાળનો છોકરો જયદિપ છું ‘તેમ કહળી જેમ ફાળવે તેમ ગાળો બોલો હતો તે સમયે જયદીપના 3 મિત્રો પણ આવી પહોંચી નિકુલસિંહને આંખ ઉપર અને શરીરે ગડદાડાપાટુનો મારામારી રોડ પર ઢસ ડી શરીરે ઈજાઓ પહોંચાડી તેના ઉપર ગાડી ચઢાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત નિકુલસિંહે બુટલેટરના પુત્ર જયદિપ વિક્રમસિંહ ઝાલા વિરુધ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...