આવેદનપત્ર:દહેગામની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો કાલથી કામથી અળગાં રહેશે

દહેગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ આવેદન

દહેગામ શહેર અને તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નોને લઈ આવતીકાલથી આંગણવાડીઓ બંધ રાખવાના નિર્ણય કર્યો છે અને તેઓની માંગણીઓ સંતોષાય તે માટે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ દહેગામ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

દહેગામ શહેર અને તાલુકાની સવા બસો જેટલી આંગણવાડીમાં ફરજ બજાવતી 460 આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોએ તેમની વિવિધ માંગણીઓને લઈને દહેગામ મામલતદાર ડો. દીપલ ભારાઈ તથા તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલને આવેદનપત્ર આપી જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આંગણવાડીની બહેનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં લઘુત્તમ માસિક વેતન 18000 થી 22 હજાર કરવાની માગણી કરવામાં આવી છે. આંગણવાડી કર્મચારી મહિલા ને સરકારી કર્મચારી ગણવા તેમજ આંગણવાડી નો સમય સવારે દસ થી સાંજના ચાર વાગ્યા સુધીનો કરવાની માગણી કરવામાં આવી છે તેમજ નિવૃત્તિ બાદ સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો આંગણવાડીની બહેનોને આપવામાં આવે અને પિસ્તાળીસ વર્ષની વય મર્યાદાનો પરિપત્ર રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

મીની આંગણવાડી પ્રથા બંધ કરી રેગ્યુલર આંગણવાડી પ્રથા ચાલુ કરવામાં આવે તેની સાથે આઇસીડીએસ ની કામગીરી સિવાયની અન્ય કામગીરી લેવાનુંબંધ કરવામાં આવે અને કાર્યકર પાસે રજીસ્ટર અને મોબાઈલ એપ બંને માંથી કોઈપણ એક વસ્તુ દ્વારા કામગીરી કરાય તે સહિતની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...