તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સન્યાસી સાધુનો સ્વાંગ રચી રસ્તામાં જતા લોકોના દાગીના લૂંટતો આરોપી ઝડપાયો

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશ્રમનું સરનામું પૂછવાને બહાને દાગીના લૂંટી ભાગી જતો
  • દહેગામ પોલીસે આરોપી પાસેથી 91 હજારની સોનાની 2 વીંટી તેમજ ચેન જપ્ત કરી

દહેગામ શહેર સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં સન્યાસી સાધુનો સ્વાંગ રચી રસ્તામાં જતા લોકોના દાગીના લૂંટતો શખ્સ ઝડપાયો છે. આ અંગે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર, દહેગામ પોલીસ બાતમી મળી હતી કે, શહેરની હરસોલી ચોકડી પાસે બનાનાથ ઉર્ફે વનરાજ ઉર્ફે વનિયો કંચનનાથ મદારી (રહે- મદારીનગર,ગણેશપુરા તા.દહેગામ જિ.ગાંધીનગર) વાળો સોનાના દાગીના વેચવા માટે આવેલો છે જે હકીકત આધારિત પોલીસે બનાનાથ ઉર્ફે વનરાજ કંચનનાથ મદારીને 2 નંગ સોનાની વીંટી તેમજ સોનાની ચેન સહિત કુલ 91 હજારની સોનાની વસ્તુઓ સાથે ઝડપી લઈ તેની પાસેની ચીજ વસ્તુઓ કબજે કરી હતી.

આરોપી સાધુ સન્યાસી બાબાનો વેશ ધારણ કરી હાઈવે જેવા ખુલ્લા રસ્તામાં ઊભા રહી એકલદોકલ વ્યક્તિને ઊભા રાખી તેમને આશ્રમનું સરનામું પૂછવાના બહાને રોકતા ત્યારબાદ વાતોમાં લઇ પહેલા 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા હાથમાં લેતાં અને તે પૈસા જે વ્યક્તિ પાસેથી લીધા હોય તેમને પરત આપી દેતા હતા.

જેથી સામેવાળાને વિશ્વાસ આવે પછી સોનાની વીંટી કે ચેન માગતા અને વસ્તુ હાથમાં આવે કે તરત જ કારમાં ફરાર થતા હતા.દહેગામ પોલીસના પીએસઆઈ પી.જે. સોલંકી,ડી.ડી.રાઠોડ, સ્ટાફના નિકુલકુમાર, ઘનશ્યામસિંહ, શૈલેષકુમાર, અવિનાશકુમાર, ગુંજનભાઈ તેમજ જયેશકુમાર, રણજીતસિંહ સાથે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત ટાઉન વિસ્તારમાં હતા ત્યારે બાતમી મળી હતી.

સુરત, મહેસાણા, સુરેન્દ્રનગર , પાટણ રાજપીપળા સહિતનાં 16 સ્થળે લૂંટ કરી
આવી રીતે આરોપીએ દહેગામ, રાજપીપળા, ગોધરા, પાલનપુર, મહેસાણા, સુરત (પલસાણા) કાકા ફાર્મ હાઉસ ડીસા, સુરેન્દ્રનગર, દાંતા, ઈડર, પાટણ,અંબાજી, પાલેજ અને કડી શહેર સહિત 16 સ્થળેથી યુક્તિ-પ્રયુક્તિથી આ પ્રકાર લૂંટ કરી. આરોપીએ વિશાલ અને અરજણ નામના વ્યક્તિઓ સાથે મળી સોનાની વીંટી અને ચેનની ચોરીના ગુના કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...