ધરપકડ:રાજપીપળામાં નજર ચૂકવી દાગીના સેરવી જનારો ફરાર આરોપી પકડાયો

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગાબાવાનાં દર્શન કરાવવાનું કહી બેભાન કરી દાગીના લઈ ગયો હતો દહેગામ પોલીસે ગણેશપુરા ભરવાડવાસમાં રહેતા આરોપીને પકડી લીધો

દહેગામ પોલીસે શહેરનાં ગણેશપુરા ભરવાડવાસમાં રહેતા અને નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનના દાગીના સેરવી લેવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનની હદમાં નાગાબાવાનાં દર્શન કરાવવાનું કહીને બેશુદ્ધ કરી દાગીના સેરવી લેવાના ગુનામાં નાસતો ફરતો અને દહેગામના ગણેશપુરા ભરવાડ વાસમાં રહેતો આરોપી અરજણભાઈ કરશનભાઈ ભરવાડ બારીયાનાં મુવાડા પાટિયાથી ગણેશપુરા રોડ પર જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં ઊભો હોવાની બાતમી પેટ્રોલિંગ કરી રહેલા દહેગામ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોર્ડના હરેશભાઈને મળતા તેઓ સ્ટાફના સોહીલસિંહ,શૈલેષકુમાર સહિતની પોલીસ ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી શંકાસ્પદ હાલતમાં ઉભેલા આરોપી અરજણભાઈ ભરવાડને ઝડપી લીધો હતો.

પોલીસે ઝડપેલા આરોપી વિરુધ્ધ બનાસકાંઠા જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશન,અમદાવાદ ગ્રામ્યનાં કોઠ પોલીસ સ્ટેશન, મોડાસા રૂરલ તેમજ અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...