તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:દેવી-દેવતાઓને અભદ્ર શબ્દો બોલનારા સામે કાર્યવાહી કરો

દહેગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકતા એ જ લક્ષ્ય સંગઠન અને મહાકાલ સેના દ્વારા દહેગામ મામ.ને આવેદન અપાયું

દહેગામ ખાતે એકતા એ જ લક્ષ્ય સંગઠન તથા મહાકાલ સેના દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દો બોલનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. જૂનાગઢના યુવક દ્વારા યુટ્યુબ પર હિન્દુ દેવી દેવતાઓ અને હિંદુ ધર્મ વિરુદ્ધ ચેનલ પર અપશબ્દો બોલવામાં આવતા હોવાથી આક્ષેપ કરાયો છે. જેમાં સનાતન ધર્મનું અપમાન કરનાર જાહેરમાં માફી માંગે તેવી તેમજ તેની સામે કાનુની કાર્યવાહી કરવાની માંગણી સહીત દહેગામ એકતા એજ લક્ષ્ય સંગઠન તથા મહાકાલ સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાવસિંહ ચૌહાણ તથા મહાકાલ સેનાના રાજપાલસિંહ સોલંકી સહિતના સભ્યો ઉપસ્થિત રહી આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો લોકશાહી પદ્ધતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમજ કાર્યવાહી કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...