વિરોધ:દહેગામ નગરમાં કોંગ્રેસના સભ્ય દ્વારા પ્રતીક ધરણાં કરાયા

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ નગરપાલિકા દ્વારા શહેરના તાલુકા સેવા સદનથી સરદાર શોપિંગ સેન્ટર ત્રણ રસ્તા અને જુની મામલતદાર કચેરી રોડ પરનાં લારી ગલ્લા હટાવવાની કાર્યવાહી છેલ્લા કેટલાય દિવસોથી હાથ ધરાઇ છે.જેથી નાના ધંધાર્થીઓને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

લારીઓ નહિ હટાવી ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે રોડની સાઈડમાં માર્કિંગ કરી રોજગાર કરવા દેવા માટે કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સક્સેનાએ ગત તા. 2 ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને પીઆઇ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમ છતાં લારીઓ હટાવવાની કાર્યવાહી યથાવત રહેતા સોમવારે પોલીસ ચોકી આગળ લારી-ગલ્લા ધારકો સાથે કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સક્સેનાએ પ્રતિક ધરણા કર્યા હતા.

લારી-ગલ્લા ધારકોના સમર્થનમાં કોંગ્રેસના સદસ્ય જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી નાના લારી વાળાઓને હટાવવાની કાર્યવાહી બંધ નહીં કરાય તો તેઓ દ્વારા આગામી દિવસોમાં પાલિકાના પ્રમુખ પીનાબેન શાહ અને કારોબારી સમિતિના ચેરમેન શશીકાંતભાઈ (પિન્ટુભાઈ) અમીનનાં ઘર આગળ ધરણા કરી કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડનાર હોવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

પાલિકા દ્વારા તાલુકા સેવા સદનથી સરદાર શોપિંગ સેન્ટર ત્રણ રસ્તા અને જુની મામલતદાર કચેરી રોડ પરનાં લારી ગલ્લા હટાવવાની કાર્યવાહી છેલ્લા કેટલાય દિવસોથી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...