આત્મહત્યા:સાંપા ગામ પાસેની જિનિંગ મિલના કામદારનો આપઘાત

દહેગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામના તળાવ પાસે ઝાડ પર લટકી અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો

સાંપા ગામની પાસે આવેલી જીનિંગ મીલમાં નોકરી કરતો કામદારે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. બનાવની જાણ થતાં દોડી આવેલી રખિયાલ પોલીસે કામદારનો મૃતદેહ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે બનાવની વિગતો મેળવીને અકસ્માત મોતનો ગૂનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ તાલુકાના સાંપા ગામ પાસે આવેલી અલખધણી કોટન મિલમાં કામ કરતા મૂળ રાજસ્થાનના સરૂપેકાતલા તાલુકો સેરૂઆ જિલ્લો બાડમેરના રહીશ હાજીખાન ઈશાખાન પઠાણ (ઉ.વ.27 )સાંપા ગામના સુરા તળાવ પાસેના એક ઝાડ પર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

આ બનાવ અંગેની જાણ ઘટનાસ્થળે દોડી આવેલી રખિયાલ પોલીસે આપઘાતના બનાવની વિગતો મેળવી હતી. ત્યારબાદ મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે આપઘાતના બનાવ અંગે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાંપા ગામની પાસે આવેલી જીનિંગ મીલમાં નોકરી કરતા કામદારે આ રીતે આપઘાત કરી લેતા હાલમાં તે અંગે આમ જનતામાં અનેકવિધ અટકળો ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...