લેખિતમાં રજૂઆત:દહેગામ નગરપાલિકાના પેટાપરા બારિયાના છાપરામાં દૂધ મંડળીની સ્થાપના અંગે CMને રજૂઆત

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકો દ્વારા મંડળી સ્થાપવા અમદાવાદના ઉત્તમ ડેરી સંઘને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય કરાયો નહીં

દહેગામ નગરપાલિકાના પેટાપરા બારિયાના છાપરાના પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળી સ્થાપવા માટે હાલ લાગુ પડતી અમદાવાદની ઉત્તમ ડેરી દૂધ સંઘમાં અરજી કરી હતી અને ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી સ્થપાય તે માટે છ મહિનાથી પ્રયત્નશીલ હોવા છતાં ઉત્તમ ડેરી સંઘના અધિકારી કે વહીવટદારો દ્વારા હકારાત્મક નિર્ણય ન લેવાતા પશુપાલકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે.

દહેગામના પરાવિસ્તાર બારિયાના છાપરાના પશુપાલકો દ્વારા ચૌહાણ વિષ્ણુભાઈ માધુસિંહનાં નામથી બારિયાના છાપરામાં મંડળી સ્થાપવા અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ઉત્તમ ડેરીના અધિકારીઓ અને હોદ્દેદારોને લેખિત અરજી મોકલાવી હતી. આ અંગે નગરપાલિકાના પ્રમુખ અને દહેગામના ધારાસભ્યએ પણ આ મંડળી સ્થપાય તે માટે લેખિત અને ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.

પશુપાલકો ગાંધીનગર જિલ્લા રજિસ્ટાર કચેરી ખાતે ગયા ત્યારે ત્યાં પણ પશુપાલકોને મંડળી સ્થાપવી હોય તો પહેલા તમારા ગામનું દૂધ એકઠું કરી ઉત્તમ સંઘને આપવું પડે પછી નોંધણી થનાર હોવાનું જણાવતા પશુપાલકોએ દહેગામના ઉત્તમ ડેરીના દૂધ શીત કેન્દ્ર ખાતે અરજી આપી દૂધ પશુપાલકોનું દૂધ લેવાની રજૂઆત કરી હોવા છતાં તેમના તરફથી પણ કોઈ સહકાર ન મળતાં બારિયાના છાપરા વિસ્તારના પશુપાલકોએ દૂધ મંડળી સ્થપાય તે માટે મદદરૂપ થવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...