તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં દહેગામ નગરપાલિકાની 28 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પસંદગીમાં પ્રબળ દાવેદારને બદલે નવા ચહેરાઓનો સમાવેશ કરાય તેવી ચર્ચાથી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. સોમવારના દિવસે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ તેની સાંજ સુધી દહેગામ નગરપાલિકાના તમામ 7 વોર્ડના ઉમેદવારો અંગે એક સહમતી સધાઈ ન હતી કારણ કે, ઉમેદવારોની પસંદગી અંગે મોવડીમંડળ પણ ખુદ અવઢવમાં હોવાનું જાણવા મળે છે. જેના ફળ સ્વરૂપ કદાચ પાર્ટી દ્વારા સંન્નિષ્ઠ કાર્યકર્તાઓને નેવે મૂકી કેટલાંક વોર્ડમાં પેરાશુટ ઉમેદવારોને ચાન્સ આપે તેવી પણ પ્રબળ ચર્ચાઓ થઈ રહી છે. જેના કારણે પાર્ટીના અગ્રીમ કાર્યકરોમાં નારાજગી હોવાની ચર્ચા છે.
દહેગામ નગરપાલિકાના તમામ 7 બોર્ડની 28 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા માટે સોમવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં મોડી સાંજ સુધી પાલિકાના ઉમેદવારો નક્કી થઈ શક્યા ન હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, પાર્ટીના કાર્યકર્તાઓ અને દાવેદારોને મૂકી અન્ય કેટલાક નવા નામો પણ વહેતા થયાં છે. પાર્ટીએ નક્કી કરેલા નવા નિયમો મુજબ સિવાયના પણ કેટલાક સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. તેમાં એક હોદ્દેદાર કે જે ભાજપના નાના માં નાના કાર્યકરથી પ્રદેશ કક્ષાના નેતાઓની આગતા સ્વાગતામાં તત્પર રહેતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમનું સફળ આયોજન કરી પાર પાડતા અગ્રણીનું નામ કોરાણે મુકાયુ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.
વર્ષો થી પાર્ટી માટે કામ કરતા હતા તેમને સાઈડ કરવામાં આવ્યા હોવાની ચર્ચાથી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોમાં નારાજગી અને આક્રોશ દેખાઈ રહ્યો છે. વગદાર સિનિયર નેતાઓ તેમના પોતાના ઉમેદવાર સેટ કરવામાં પાર્ટીને નુકશાન પહોંચાડી રહ્યા હોવાનું પણ કેટલાક કાર્યકરો માની રહયા છે. બીજી તરફ પાલિકાના ઉમેદવારોની પસંદગી નગર પાલિકા ચૂંટણીમાં સગાવાદ, અજાણ્યા અને ઓછા સક્રિય કાર્યકરોને ટિકીટની ફાળવણી થવાની પ્રબળ શક્યતાઓને કારણે કારણે ઘણા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી.સંખ્યાબંધ કાર્યકરોએ ટિકીટ માટે દાવેદારી નોંધાવી છે. અને જો સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગીને લઇને વિવાદ થાય તો ભાજપને નુકશાન પણ થઇ શકે તેમ છે. જોકે , પાર્ટીએ નક્કી કરેલા નવા નિયમો મુજબ સિવાયના પણ કેટલાક સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.