તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ જપ્ત:સામેત્રી પાસે ટેમ્પોમાં આઈસ બોક્સમાં સંતાડેલો દારૂ ઝડપાયો

દહેગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામ તાલુકાના સામેત્રી પાસે આઈસ બોક્સની અંદર મુકીને ટેમ્પોમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે.

રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એસ. ગામીત સ્ટાફનાં વિષ્ણુભાઈ, બાબુસિંહ,મહેશકુમાર, સચીનકુમાર તથા અનુરાગભાઈ સહિતની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ટેમ્પોમાં દારૂ ભરીને પસાર થનાર છે. જેના આધારે પોલીસે રખિયાલ બજારમાં વોચ ગોઠવી બાતમીવાળા ટેમ્પાને રોકવા ઈશારો કર્યો હતો. જોકે ચાલકે ટેમ્પો દહેગામ રોડ તરફ હંકારી દેતા પોલીસે તેનો પીછો કરીને સામેત્રી નજીક જવાહર નવોદય વિદ્યાલય પાસે તેને ઝડપી પાડ્યો હતો.

ટેમ્પો ચાલકનું નામ પૂછતાં તે રાજસ્થાનનો કાલુરામ રતનજી જાટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેમ્પામાં ચેક કરતાં આઈસબોક્સમાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1,16,076ની કિંમતની વિદેશી દારૂની બોટલ અને બિયરનો જથ્થો મળી 3,68,076નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તે દારૂ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...